તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી પત્રો પરત ખેંચવાના મંગળવારે અંતિમ દિવસે 27 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા હવે ચૂંટણી જંગના મેદાનમાં 440 ઉમેદવારો રહ્યા છે. જેમાં સૌથી વધુ કલોલ નગરપાલિકામાં 118 જ્યારે તાલુકા પંચાયતની ચૂંટણીમાં ત્રણેય તાલુકામાં સરખા ઉમેદવારો મેદાનમાં છે. જો કે ભાજપ, કોંગ્રેસ, આપ, બસપા અને અપક્ષોને લીધે ઉમેદવારો માટે ચૂંટણી જીતવી આકરા પાણી જેવી સ્થિતિ બની રહેશે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરાયા, ત્યારબાદ ઉમેદવારી ફોર્મની ચકાસણી કરાઈ છે. અને હવે મંગળવારે ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે વધુ 26 ઉમેદવારોએ ફોર્મ ખેંચતા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી જંગમાં કુલ 440 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. વીજળીના 440 વોલ્ટનો ઝટકાને ખતરનાક ગણવામાં આવે છે. ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કુલ 440 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. આથી આ આંકડો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ખતરનાક પુરવાર થઇ શકે તેવી શક્યતા રહેલી છે. ગાંધીનગર જિલ્લા પંચાયતની કુલ 28 સીટો માટે સોમવારે વધુ 11 ફોર્મ પરત ખેંચતા હવે 69 ઉમેદવારો મેદાનમાં છે. જ્યારે તાલુકા પંચાયતમાં કલોલની 26 સીટો માટે 1 ફોર્મ ખેંચતા કુલ 57 ઉમેદવારો, માણસાની 26 સીટો માટે 7 ફોર્મ પરત ખેંચતા 63 ઉમેદવારો અને દહેગામની 28 સીટો માટે એકપણ ફોર્મ પરત નહી ખેંચાતા કુલ 61 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે.
જ્યારે નગરપાલિકાની કુલ 76 સીટો માટે કુલ 190 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. જેમાં દહેગામ નગરપાલિકાની કુલ 28 સીટો માટે સોમવારે 1 ફોર્મ પરત ખેંચાતા હવે 68 ઉમેદવારો, કલોલની કુલ 44 સીટો માટે સોમવારે 7 ફોર્મ પરત ખેંચાતા કુલ 118 ઉમેદવારો જ્યારે માણસા નગરપાલિકાની પેટા ચૂંટણીની કુલ 4 સીટો એકપણ ઉમેદવારે ફોર્મ પરત નહીં ખેંચતા હવે 4 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. આથી સ્થાનિક સ્વરાજની ચૂંટણી જંગમાં ઉમેદવારોની અગ્નિ પરીક્ષા સમાન પુરવાર થવાની શક્યતા રહેલી છે. ભાજપ અને કોંગ્રેસની બાજીને આમ આદમી પાર્ટી, બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારો તેમજ અપક્ષો વિરવિખેર કરી શકે તેવી શક્યતા રહેલી છે. જોકે સાચુ ચિત્ર તો મતગણતરી પછી સ્પષ્ટ થશે. ભાજપ, કોંગ્રેસ, આપ, બસપા અને અપક્ષોને લીધે ઉમેદવારો માટે ચૂંટણી જીતવી આકરા પાણી જેવી સ્થિતિ બની રહેશે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.