આયોજન:અનામતના મુદ્દે પાસ મરાઠા, ગુર્જર, કુર્મી પાટીદારોને સાથે રાખી બેઠક કરશે

ગાંધીનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ખરડાનો અભ્યાસ કર્યા બાદ 20 ઓગસ્ટ પછી બેઠક બોલાવશેઃ બાંભણિયા

પાટીદાર આંદોલન સમિતિનો મુખ્ય મુદ્દો જ પાટીદારોને ઓબીસી અનામત મળવી જોઇએ તે હતો, પણ તે સમયમાં શક્ય ન બનતા બિન અનામત આપીને પાટીદારો સહિતની જનરલ કેટેગરીના લોકોની માગને સ્વીકારવાનો ગુજરાત સરકારે પ્રયાસ કરતા સમિતિએ તે સ્વીકારી લીધો હતો.

હવે કેન્દ્ર સરકારે ઓબીસી અનામત કઇ જ્ઞાતિને આપવી તે નક્કી કરવાનો અધિકાર રાજ્ય સરકારને આપી દીધો છે ત્યારે પાસ દ્વારા આગામી 20મી ઓગસ્ટ આસપાસ બેઠક બોલાવાશે અને તેમાં મરાઠા સમાજ,ગુર્જર સમાજ અને કુર્મી સમાજના આગેવાનોને પણ અન્ય રાજયમાંથી બોલાવાશે તેમ કન્વીનર દિનેશ બાંભણીયા અને અલ્પેશ કથિરીયાએ કહ્યું હતું

પાસના નેતા ભાજપ-કોંગ્રેસમાં જોડાઇ ગયા
પાસના મુખ્ય નેતા હાર્દિક પટેલ કોંગ્રેસમાં અને બ્રીજેશ પટેલ સહિતના નેતાઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. નિખીલ સવાણી પણ કોઇ રાજકીય પક્ષમાં જોડાવવા મથી રહ્યો છે. કેટલાક નેતાઓ ભાજપ તરફી વલણ ધરાવે છે.

અન્ય સમાચારો પણ છે...