સરકાર સામે બંડ પોકાર્યું:કોળી સમાજને વાવાઝોડાની સહાયના મુદ્દે મંત્રી સોલંકીએ કહ્યુ - ‘મારે મંત્રી ન રહેવું જોઈએ, વટથી રાજીનામું આપવું જોઈએ’

ગાંધીનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પરસોત્તમ સોલંકી - ફાઇલ તસવીર - Divya Bhaskar
પરસોત્તમ સોલંકી - ફાઇલ તસવીર
  • સરકારે વાવાઝોડાની પૂરતી સહાય આપી નહિ હોવાનું કહ્યું

વાવાઝોડાને કારણે ઉના-દીવ-પોરબંદર સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વસતા માછીમારો પૈકી 70 ટકા વસતી કોળી સમાજની હોવાથી તેમને અપૂરતી સહાય મળી હોવાના મુદ્દે રાજ્ય કક્ષાના મત્સ્યોદ્યોગ મંત્રી પરસોત્તમ સોલંકીએ સરકાર સામે બંડ પોકાર્યું છે. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રીએ નજરે બધું જોયું છે, ‘હું એવું કહેતો નથી, સરકારે સહાય કરી નથી, સરકારે સહાય કરી છે,પણ અપૂરતી છે, મારે વટથી રાજીનામું આપી દેવું જોઈએ.’

દરિયાકાંઠાની સ્થિતિ મેં જોઈ છેઃ સોલંકી
તેમણે કહ્યું કે, માછીમારો પૈકી 70 ટકા કોળી સમાજના છે, ખારવા છે, મુસ્લિમ પણ છે. દરિયાકાંઠાની સ્થિતિ મેં જોઈ છે, આ વિસ્તારની બધી બેઠકો ભાજપને મળી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી આવ્યા ત્યારે તેમની સાથે જઈને જોયું છે. વાવાઝોડાની સહાયના સરકારે પૂરતા પ્રયત્ન કર્યા છે, પણ વધુ સહાયની જરૂર છે. સરકારે અધિકારીઓને -આગેવાનોને મૂકીને સ્થિતિથી વાકેફ થવું જોઈએ. મારો કોળી સમાજ ભોળો છે, દુ:ખી છે, મારે મદદ કરવી જોઇએ, પણ હું કેટલી કરી શકું ? હું મદદ ન કરી શકું તો મારે નેતા કે મંત્રી બનવું જોઇએ નહીં, રાજીનામું આપવું જોઇએ.’