સ્થાનિક ઉમેદવારની માગ:ગાંધીનગર દક્ષિણ બેઠક પર ભાજપના કાર્યકર્તાઓએ કહ્યું- 'પરેશ રાવલના અનુભવ બાદ અમારી લોકલ ઉમેદવારની માગ છે'

ગાંધીનગરએક મહિનો પહેલા

ગાંધીનગર દક્ષિણ બેઠકના ભાજપના કાર્યકર્તાઓએ સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવાની માગ કરી છે. કાર્યકર્તાઓએ આજે એક બેઠક યોજી હતી. જેમાં કોઈપણ સમાજના સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવાની માગ કરી હતી.

'આયાતી ઉમેદવારના કારણે કાર્યકર્તાઓ સાયલન્ટ થઈ જશે'
પ્રવીણ પટેલ નામના ભાજપના કાર્યકર્તાઓએ કહ્યું હતું કે, જો પાર્ટી સ્થાનિક ઉમેદવારના બદલે જેને બેઠકનું ભૂગોળ પણ ન ખબર હોય તેવા ઉમેદવારને ટિકિટ આપશે તો સ્થાનિક કાર્યકર્તાઓ સાયલન્ટ થઈ જશે.

ગાંધીનગર દક્ષિણ બેઠક પર અલ્પેશ ઠાકોરના નામની ચર્ચા
રાધનપુર બેઠક પર અલ્પેશ ઠાકોરની દાવેદારીને લઈ રાધનપુર ભાજપના સ્થાનિક નેતાઓ વિરોધ નોંધાવી ચૂક્યા છે. ત્યારે ભાજપ અલ્પેશ ઠાકોરને ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી ચૂંટણી લડાવે તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે. જો કે, અહીં હજી પાર્ટીએ કોઈ ઉમેદવારના નામની જાહેરાત કરી નથી. ત્યારે સ્થાનિક કાર્યકર્તાઓએ કોઈપણ નેતાનું નામ લીધા વિના સ્થાનિક ઉમેદવારની જ માગ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...