તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી શરૂ:પહેલા દિવસે જામીન- મુદ્દામાલની અરજી, દલીલ ઉપરના કેસની સુનાવણી થઈ

ગાંધીનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીનગર કોર્ટમાં 50 દિવસે ફિઝિકલ કામકાજ શરૂ થયું
  • કોરોના બાદના પહેલા દિવસે વકીલો અને અરજદારોની પાંખી હાજરી જોવા મળી

કોરોનાને કારણે કોર્ટની કામગીરી ઓનલાઈન ચાલી રહી હતી. જેની સોમવારથી ફિઝિકલ સુનાવણી હાથ ધરાઈ હતી. 50 દિવસે કામગીરી શરૂ કરાયા બાદ પણ કોર્ટમાં વકીલ અને અરજદારોની હાજરી પાંખી જોવા મળતી હતી. રાજ્યની કોર્ટમા અસંખ્ય કેસ પેન્ડીંગ પડ્યા છે. તેવા સમયે કેસની સંખ્યા ઓછી કરવા માટે લોક અદાલત શરૂ કરાઈ હતી. તેમાં અનેક કેસનું સ્થળ પર જ સમાધાન થઇ જતુ હતુ. પરંતુ કોરોના કેસના કારણે લોકડાઉન અને કોર્ટ કામગીરી બંધ થવાથી કેસની સંખ્યામાં વધારો થઇ ગયો છે.

કોરોના દરમિયાન પણ જરૂરી કેસને ઓનલાઇન ચલાવવામાં આવતા હતા. ત્યારે કોરોના કેસના બીજા વેવના કારણે શહેરની કોર્ટમા ફિઝિકલ સુનાવણી 19 એપ્રિલ 2021ના રોજ બંધ કરાઈ હતી.બીજી તરફ કોર્ટનુ વેકેશન પડી ગયુ હતુ, જ્યારે કોરોના કેસ ઘટતા હાઇકોર્ટ દ્વારા કોર્ટ શરૂ કરવાનો આદેશ કરાયો છે. ગાંધીનગર જિલ્લાની કોર્ટ આજે સોમવારથી 50 દિવસે ચાલુ થઇ હતી. ફિઝિકલ કામગીરીમા વકીલ અને અરજદારોની હાજરી ઓછી જોવા મળતી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પહેલા દિવસે રેગ્યુલર તમામ પ્રકારની કામગીરી શરૂ કરાઇ હતી.

જ્યારે જેની સુનાવણી દરમિયાન હાજર રહ્યા નથી, તેમના વોરંટ કાઢવામા આવશે. પહેલા દિવસે જામીન અરજી, મુદ્દામાલ અરજી, દલીલ ઉપરના કેસ સાંભળવામા આવ્યા હતા. જુબાની લેવાના કેસમા સાક્ષીઓ નહિ આવવાના કારણે કામગીરી થઇ શકી ન હતી. તેની સાથે કામગીરી રેગ્યુલર ચાલુ થઇ ગઇ હતી. જોકે, પહેલા દિવસે શાળામા બાળકોની હાજરી ઓછી હોય તેમ વકીલ અને અરજદારોની સંખ્યા ઓછી જોવા મળી હતી. કેટલાક વકીલ સવારે આવીને બપોર બાદ જોવા મળ્યા ન હતા.

અન્ય સમાચારો પણ છે...