આઝાદીની 75 મી વર્ષગાંઠની પૂર્વ સંધ્યાએ ગાંધીનગર કોંગ્રેસ દ્વારા સ્વતંત્ર સેનાનીઓના પરિવારજનોનું સૂતરની આંટી અને શાલ ઓઢાડીને સન્માન અને બહુમાન કરીને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. ત્યારે આવતીકાલે સ્વતંત્ર પર્વ નિમિતે કોંગ્રેસ ધ્વારા તિરંગા યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આઝાદીની 75મી વર્ષગાંઠની પૂર્વ સંધ્યાએ ગાંધીનગર જિલ્લા અને શહેર કોંગ્રેસના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આજરોજ સાંજે સ્વતંત્ર સેનાનીઓના પરિવારજનોનું સૂતરની આંટી અને શાલ ઓઢાડીને સન્માન અને બહુમાન કરીને પ્રમાણપત્ર એનાયત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સૂર્યસિંહ ડાભી, શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રદીપસિંહ વાઘેલા, પ્રદેશ મહામંત્રી નિશિતભાઈ વ્યાસ, પ્રદેશ પ્રવકતા ડો. હિમાંશુભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલ સન્માન સમોરોહમાં સ્વતંત્ર સેનાનીઓ સર્વશ્રી મોહનલાલ સોલંકી, ઇંદ્રવદન રાવલ, તખતસિંહ વિહોલના પરિવારજનોનું સૂતરની આંટી અને શાલ ઓઢાડીને સન્માન અને બહુમાન કરીને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે શહેર અને જિલ્લા કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો, ચૂંટાયેલા સદસ્યો, ફ્રંટલ ઓર્ગેનાઇજેશન, દરેક સેલ,વિભાગના હોદ્દેદારો સહિત તમામ કોંગ્રેસજનોને મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં. ત્યારે આવતીકાલે 75 માં સ્વતંત્ર દિવસે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સૂર્યસિંહ ડાભી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ધ્વજ ફરકાવશે.
જેથી સૌ આગેવાનો,કાર્યકરો,ચૂંટાયેલા સદસ્યો, ફ્રંટલ ઓર્ગેનાઇજેશન, વિવિધ સેલ,વિભાગના હોદ્દેદારોએ સમયસર અચૂક હાજર રહેવા જણાવાયું છે. ધ્વજવંદન પૂર્વે પૂજ્ય રવિશંકર મહારાજની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને કોંગ્રેસ કાર્યાલય સુધી તિરંગા યાત્રા પણ યોજવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.