શસ્ત્ર પૂજન:જિલ્લામાં દશેરાના પર્વે ઠેરઠેર શસ્ત્ર પૂજનના કાર્યક્રમ યોજાયા

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દશેરાના નિમિત્તે શસ્ત્ર પૂજન કરતા જિલ્લા પોલીસવડા
  • SP ઓફિસ, LCB, સેક્ટર 21 પોલીસ મથક સહિતના અન્ય પોલીસ સ્ટેશનમાં શસ્ત્રોનુ પૂજન કરવામાં આવ્યું હતું

અસત્ય ઉપર સત્યના વિજયનુ પર્વ એટલે દશેરા. આ દિવસે શસ્ત્ર પૂજન, અશ્વ પૂજન કરવાનો મહિમા છે. ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા ે દશેરા નિમિત્તે એસપી ઓફિસ ખાતે શસ્ત્ર પૂજન કરાયુ હતુ. તે ઉપરાંત શહેરમા એલસીબી, સેક્ટર 21 સહિતના પોલીસ મથકમા શસ્ત્ર પૂજન કરાયુ હતુ. આ રીતે આ પર્વની ભારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

અસત્ય ઉપર સત્યના વિજયનુ પર્વ એટલે દશેરા. ભગવાન રામે રાવણનો વધ કર્યા બાદ તેના વિજયની ખુશીમાં દશેરાનો તહેવાર મનાવવામાં આવે છે. ત્યારે આ દિવસે શસ્ત્ર પૂજન, અશ્વ પૂજન કરવાનો મહિમા છે. ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા આજે દશેરા નિમિત્તે એસપી ઓફિસ ખાતે શસ્ત્ર પૂજન કરાયુ હતુ. તે ઉપરાંત શહેરમા એલસીબી, સેક્ટર 21 સહિતના પોલીસ મથકમા શસ્ત્ર પૂજન કરાયુ હતુ. જેમા પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો.

શહેરના સેક્ટર 27 સ્થિત એસપી ઓફિસ ખાતે જિલ્લા પોલીસવડા મયૂર ચાવડા સહિતના પોલીસ અધિકારીઓની હાજરીમા શસ્ત્ર પૂજન કરવામા આવ્યુ હતુ. ઇન્સાસ રાયફલ, SLR રાયફલ, SIG રાયફલ, અમોઘ રાઈફલ, X-કેલિબર રાઈફલ, કાર્બાઇન મશીનગન, MP5 રાયફલ, ગ્લોક પીસ્ટલ, AK47, સહિતના શસ્ત્રોની પૂજા કરી માતાજીને પ્રાર્થના કરવામાં આવી હતી.

આમ શસ્ત્રપૂજન થકી સદેવ શસ્ત્રો દેશની અને જવાનોની સુરક્ષા કાજે મુસીબતો સામે લડવા ઉપયોગી બની અને શક્તિ પ્રદાન કરે તેવા આશિષ માંગવામાં આવ્યાં હતા.રામે રાવણનો વધ કર્યા બાદ તેના વિજયની ખુશીમાં દશેરાનો તહેવાર મનાવવામાં આવે છે. ત્યારે આ દિવસે શસ્ત્ર પૂજન, અશ્વ પૂજન કરવાનો મહિમા છે. તે પરંપરા આજે જળવાઈ રહી છે.અને તે મુજબના કાર્યક્મ યોજાયા હતા.

સરગાસણમા રાજપૂત સમાજ દ્વારા અશ્વ તેમજ શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યંુ
શહેર પાસેના સરગાસણમા વિજયા દશમીના દિવસે રાજપૂત સમાજ દ્વારા શસ્ત્ર પૂજન કરાયુ હતુ. આસપાસના રાજપૂત સમાજના આગેવાનો દ્વારા વિધિ મુજબ શસ્ત્રોનુ પૂજન કરવામા આવ્યુ હતુ. જ્યારે અશ્વોનુ પૂજન કરી ઘોડે સવારી કરવામા આવી હતી. આ સમયે રાજપૂત સમાજ પરંપરાગત વેશમા જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...