તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:મ્યુકોરમાઇકોસિસનાં ઇન્જેક્શનનાં ઓછા સ્ટોક વચ્ચે 5 દર્દી સારવાર પર

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિવિલની OPDમાં રોજના 5થી 7 ફુગના કેસ નોંધાય છે
  • એક દર્દી માટે 86ની જરૂરિયાત સામે 60 એમ્ફોપેરીસીન ઇન્જેક્શનનો સ્ટોક, ઉપરાંત નિષ્ણાત તબીબોનો અભાવ છે

મ્યુકોરમાઇકોસિસના પાંચ દર્દીઓને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમાં એક દર્દીના માટે 86 એમ્ફોપેરીસીન ઇન્જેક્શનની જરૂર પડે છે. ત્યારે તેની સામે ગાંધીનગર સિવિલ હોસ્પિટલને માત્ર 60 ઇન્જેક્શન જ આપવામાં આવ્યા છે. ઉપરાંત નિષ્ણાંત તબિબોનો અભાવ છે.સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં દરરોજના પાંચથી સાત ફુગના કેસ નોંધાઇ રહ્યા છે. જોકે રાજ્યભરમાં વધતા જતા મ્યુકોરમાઇકોસિસના કેસને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે તમામ હોસ્પિટલોમાં વોર્ડ ઉભા કરવાની જાહેરાત કરવામાં આવી છે.જે અંતર્ગત ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પણ મ્યુકરમાયકોસિસનો પણ વોર્ડ ઉભો કરાયો છે.

તેમાં હાલમાં 5 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. જોકે એક સપ્તાહ અગાઉ શંકાસ્પદ બે દર્દીઓના મોત પણ નિપજ્યા હતા. મ્યુકરમાયકોસિસનો વોર્ડ ઉભો કરાતા દર્દીઓની સારવાર માટે વપરાતા એમ્ફોપેરીસીન ઇન્જેેક્શન સહિતની જરૂરી દવાઓ આપી છે. મ્યુકરમાઇકોસિસની બિમારી છે તે તેનો બાયોપ્સિ કર્યા બાદ તેનું ઓપરેશન કરવામાં આવે છે.

જોકે ઓપરેશન માટે ઇએનટી સર્જન, ઓપ્થેમેલોજી સર્જન, ફેસીયોમેક્ઝીબરી સર્જન, ન્યુરોસર્જન, એનેસ્થેસિટીક સહિતની ટીમ સાથે ઓપરેશન કરવું પડે છે. જ્યારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં કાયમી ન્યુરોસર્જન અને ફેસીયોમેક્ઝીબરી સર્જન નહી હોવાથી મ્યુકરમાયકોસિસ દર્દીની સર્જરી કરી શકાય નહી. આથી આવા દર્દીઓને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં રિફર કરવાની ફરજ પડી રહી છે.

અન્ય સમાચારો પણ છે...