તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાષ્ટ્રભાવના અભિગમ:કારગીલ વિજય દિવસની 22 મી વર્ષગાંઠે ગુજરાત NCCના કેડેટ્સ 25 હજાર શુભેચ્છા કાર્ડ્સ સેનાના વીર જવાનોને પહોંચાડશે

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
NCC ‘C’ સર્ટિફિકેટ પાસ કરેલા યુવાઓને પોલીસ દળની ભરતીમાં ગુજરાતમાં અગ્રતા અપાય છે - Divya Bhaskar
NCC ‘C’ સર્ટિફિકેટ પાસ કરેલા યુવાઓને પોલીસ દળની ભરતીમાં ગુજરાતમાં અગ્રતા અપાય છે
  • ગુજરાત NCC ડાયરેક્ટરેટના 65 હજાર NCC કેડેટ્સનો નવતર રાષ્ટ્રભાવના અભિગમ
  • એક મૈં સો કે લિયે સોશિયલ મીડિયા અભિયાનના પાંચમા તબક્કાનો મુખ્યમંત્રી રૂપાણીએ પ્રારંભ કરાવ્યો

કારગીલના વીરોને ગુજરાતનો આભાર અભિયાન અન્વયે ગુજરાત NCCના કેડેટ્સ 25 હજાર શુભેચ્છા કાર્ડ્સ ભારતીય સેનાના વીર જવાનોને કારગીલ વિજય દિવસની 22 મી વર્ષગાંઠ 26 જુલાઈએ પહોંચાડશે.ભારતની સરહદના રખોપા કરતા સેનાનીઓ-જવાનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી NCC છાત્રો પ્રદર્શન કરશે રાષ્ટ્ર ભક્તિ ભાવના એક મેં સૌ કે લિયે’ અભિયાનના ચાર તબક્કાઓમાં સોશિયલ મીડિયા માધ્યમથી 14 લાખ ટ્વિટર હિટની સિદ્ધી માટે વર્લ્ડ બૂક ઓફ રેકોર્ડસ દ્વારા સર્ટિફિકેટ ઓફ કમિટમેન્ટ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ NCC ડાયરેક્ટરેટ ગુજરાતના એડિશનલ ડિરેક્ટર જનરલ અરવિંદ કપૂરને અર્પણ કર્યું.

ગુજરાતમાં NCC પ્રવૃતિઓને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારની સંકલ્પબદ્ધતા
ગુજરાતમાં NCC પ્રવૃતિઓને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારની સંકલ્પબદ્ધતા

ગુજરાતમાં NCC પ્રવૃતિઓને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારની સંકલ્પબદ્ધતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વ્યક્ત કરી હતી. NCC ‘C’ સર્ટિફિકેટ પાસ કરેલા યુવાઓને પોલીસ દળની ભરતીમાં ગુજરાતમાં અગ્રતા અપાય છે. ગુજરાત માં NCC પ્રવૃત્તિઓનો વ્યાપ વધે બટાલિયનની સંખ્યા વધે અને વધુને વધુ યુવાઓ NCCમાં જોડાઈ રાષ્ટ્ર સેવા દાયિત્વ નિભાવે તેવું આહવાન કર્યું હતું. એક મૈં સો કે લિયે અભિયાનના પ્રથમ તબક્કામાં હરેક NCC કેડેટ્સએ 100 સંબંધી મિત્રો-શહેરીજનોને ફોનથી સંપર્ક કરી કોરોના પ્રોટોકોલ અને રસીકરણની જાગૃતતા વધારી છે.