તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ગુજરાતમાં કોરોનાનો કહેર:સોમવારે 1009 નવા દર્દી નોંધાયા, 22ના મોતઃ રાજ્યમાં ટેસ્ટ ઘટવાની સાથે હવે દર્દીઓની સંખ્યા પણ ઘટી

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર

સોમવારે ગુજરાતમાં કોરોનાના નવા કેસનો આંક એક જ દિવસમાં સીધો 100 જેટલો ઘટી ગયો. રવિવારે નોંધાયેલા 1,101 કેસની સામે સોમવારે માત્ર 1,009 કેસ નોંધાયા હતા અને એમાંથી છ તો બહારના રાજ્યના દર્દી હોવાથી ગુજરાતના તો 1,003 નવા દર્દી જ નોંધાયા છે. જો કે આ ઘટાડો ટેસ્ટની સંખ્યાના પ્રમાણમાં નોંધાયો છે. સોમવારે ટેસ્ટ ઘટી ગયા તો સામે નવા નોંધાતા કેસ પણ ઘટ્યા. રવિવારે ગુજરાતમાં 23,000થી વધુ ટેસ્ટ થયા હતા તેની સામે સોમવારે 19 હજાર જેટલાં ટેસ્ટ થયા છે. ગુજરાતમાં હવે કુલ 64,684 કેસ નોંધાઇ ચૂક્યા છે, જેમાંથી 14,614 એક્ટિવ દર્દીઓ છે અને 4.81 લાખ લોકો ક્વોરન્ટાઇન છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 8.34 લાખ સેમ્પલ ટેસ્ટ કરાયાં છે.

સોમવારે 974 દર્દીઓને રજા આપવામાં આવી
આની સાથે ગુજરાતમાં છેલ્લાં કેટલાંય સમયથી રોજના 22 અને 24 મૃત્યુનો આંકડો સાતત્ય જાળવી રાખે છે. રવિવાર બાદ સોમવારે પણ યોગાનુયોગ 22 જ મૃત્યુ નોંધાયા જેમાંથી અમદાવાદ અને સૂરત શહેરમાં 6-6, સૂરત ગ્રામ્યમાં 5, જ્યારે ભાવનગર શહેર, વડોદરા શહેર, રાજકોટ, જૂનાગઢ અને કચ્છમાં 1-1 દર્દીના મોત થયાં છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ મૃત્યુ આંક 2,509 થયો છે. ગુજરાતમાંથી વધુ 974 દર્દીઓને રજા અપાઇ છે એટલે કે કોરોના મુક્ત જાહેર કરાયા છે. અત્યાર સુધીમાં 47,561 દર્દીઓ કોરોના મુક્ત થઇ ચુક્યા છે, જેનું પ્રમાણ કુલ કેસના લગભગ 74 ટકા આસપાસ છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમયની ગતિ તમારા પક્ષમાં રહેશે. સામાજિક સીમા વધશે. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળશે. કોઇ મોટું રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે. નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિત...

વધુ વાંચો