તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનોખી રીતે ઉજવણી:પર્યાવરણ દિને ગાંધીનગરના "નિસર્ગ વન"માં કોરોનાથી મૃત્યુ પામનાર મૃતાત્માની યાદમાં વૃક્ષારોપણ કરાયું

ગાંધીનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વૃક્ષારોપણ કરવા આવેલા સ્વજનોની આંખો ભીની થઈ ગઈ

5મી જુન વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ગાંધીનગર નિસર્ગ સાયન્સ સેન્ટર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આ દિનની અનોખી રીતે ઊજવણી કરવામાં આવી હતી. હાલમાં ચાલી રહેલી કોરોના મહામારી દરમિયાન ઓક્સિજનનાં અભાવે તરફડિયાં મારીને મોતને મુખમાં ધકેલાઈ જનાર મૃતાત્માઓની યાદગારીના ભાગરૂપે સ્વજનો મારફતે જ સેન્ટરના ઉપવન વિસ્તારમાં વૃક્ષોનું વાવેતર કરી કુદરતી પ્રાણ વાયુની કિંમત અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે યોજાયેલા અનોખા કાર્યક્રમમાં લાગણી સભર દૃશ્યો સર્જાયા હતા.

ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલૉજી વિભાગ,ગુજરાત સરકાર પ્રેરિત નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર ધ્વારા વર્ષ દરમિયાન વિજ્ઞાન લક્ષી અને પર્યાવરણીય દિવસોની ઉજવણી કરવામાં કરવામાં આવતી હોય છે . ત્યારે આજે 5મી જુન નાં દિનને સમગ્ર વિશ્વમાં વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવવામાં આવે છે. ગાંધીનગરમાં આજે ઠેર ઠેર વૃક્ષારોપણ કાર્યક્રમો યોજવાનું આયોજન કરાયું હતું. પરંતુ નિસર્ગ સાયન્સ સેન્ટર દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ અનોખી રીતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેની નગરજનોએ પણ નોંધ લીધી હતી.

નિસર્ગ સાયન્સ સેન્ટર ધ્વારા દર વર્ષે આ દિવસની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે . ગાંધીનગર ગ્રીન સીટી બનાવવાના અભિયાનના ભાગ રૂપે સાયન્સ સેન્ટર દ્વારા “નિસર્ગ વન” બનાવવામાં આવ્યું છે. અત્રે વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવતી હોય છે. જેમાં હાલ 200 જેટલા વૃક્ષો ઉછેરેલા છે. ત્યારે આ વનમાં નવા વૃક્ષો આજ રોજ વાવવામાં આવ્યા હતા.

કોરોના મહામારીને કારણે ગાંધીનગર શહેર વિસ્તારમાં વસતા ઘણા પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. ઘણા બધા નાગરિકો ઓક્સીજનના અભાવે અવસાન પામ્યા છે. વૃક્ષોને ઓક્સિજનની ફેક્ટરી ગણવામાં આવે છે. તેથી નાગરિકો વૃક્ષોનાં ઉછેરનું મહત્વ સમજે તે હેતુથી ડો. અનિલ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ ગાંધીનગર શહેર વિસ્તારમાં વસતા જે નાગરિકો કોરોના મહામારીને કારણે અવસાન પામ્યા છે તેમની સ્મૃતિ સ્વરૂપે તેમના પરિવારના સભ્યોના હસ્તે તેમની યાદમાં વૃક્ષો વાવવામાં આવ્યા હતા . આ તબક્કે વૃક્ષારોપણ કરતી વેળાએ લાગણી સભર દ્રશ્યો પણ સર્જાયા હતા.

અન્ય સમાચારો પણ છે...