છેલ્લી ઘડીની આશા!:ગાંધીનગર જિલ્લાની 5 બેઠક પર 26 અપક્ષે ફોર્મ ભર્યાં, ડમી-ડબલ હોય તેવા 51 ફોર્મ ભરાયા

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • કામિનીબા રાઠોડે અપક્ષ અને કોંગ્રેસ બંનેમાંથી ફોર્મ ભર્યું

જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો પર કુલ 125 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. ભાજપ દ્વારા જાહેર કરાયેલા તમામ ઉમેદવારો ચાર-ચાર ફોર્મ ઉપરાંત તેઓના ડમી ઉમેદવારો મળી ભાજપના 5 બેઠકો પર 26 ફોર્મ ભરાયા છે. બીજી તરફ કોંગ્રેસના પણ ચાર ઉમેદવારે એક કરતાં વધુ ફોર્મ ભર્યા છે ઉપરાંત ડમી મળી કોંગ્રેસના કુલ 19 ફોર્મ ભરાયા છે. જ્યારે આમ આદ આદમી પાર્ટી દ્વારા કુલ 15 ફોર્મ ભરાયા છે. પાંચ બેઠક પર આવા કુલ વધારાના 51 ફોર્મ ભરાયા છે, જેની બાદબાકી થવાનું નક્કી છે.

બાકી રહેલાં 74 ફોર્મમાંથી ભાજપ, કોંગ્રેસ તથા આપ ઉપરાંત અન્ય 12 રાજકીય પક્ષો જેવા કે રાષ્ટ્રીય હિન્દ એકતા દળ, બહુજન સમાજ પાર્ટી, ઈન્ડિયન નેશલન કોંગ્રેસ, ગરવી ગુજરાત પાર્ટી, નેશનલ યુથ પાર્ટી, આદી ભારત પાર્ટી, રાષ્ટ્રીય પાવર પાર્ટી, જનતાવાદી કોંગ્રેસ પાર્ટી, ગુજરાત નવનિર્માણ સેના, જનસેવા ડ્રાઈવર પાર્ટી, ભારતીય જન પરિષદ પાર્ટી, સમાજવાદી પાર્ટી, વ્યવસ્થા પરિવર્તન પાર્ટી, રાઈટ ટુ રિકોલ પાર્ટીના ઉમેદવારોના કુલ 39 ફોર્મનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 26 અપક્ષ ઉમેદવારો જિલ્લાની પાંચ બેઠકો પરથી મેદાને છે. કોંગ્રેસથી નારાજ કામિનીબા રાઠોડે દહેગામમાં બે ફોર્મ ભર્યા છે.

માણસા બેઠક પર 24 ફોર્મ ભરાયાં
ભાજપનાના ઉમેદવાર જે. એસ. પટેલે 4, કોંગ્રેસમાંથી બાબુસિંહ ઠાકોર, આપમાંથી ભાસ્કર પટેલ ઉપરાંત અન્ય બે લોકોએ ફોર્મ ભરેલું છે. આ સિવાય રાષ્ટ્રીય હિન્દ એકતા દળ, બહુજન સમાજ પાર્ટી, ઈન્ડિયન નેશલન કોંગ્રેસ, ગરવી ગુજરાત પાર્ટીના બે ઉમેદવાર, નેશનલ યુથ પાર્ટી ઉપરાંત 8 અપક્ષે ફોર્મ ભરેલું છે. એટલે 24માંથી વધારાના આઠ ફોર્મ બાદ થયા બાદ 16 ફોર્મ માન્ય રહેશે.

કલોલમાં વધારાના 13 ફોર્મ રદ થશે
કોંગ્રેસના બળદેવજીએ 4, ભાજપમાં લક્ષ્મણજી ઠાકોરે 4 તથા આપના કાંતિજી ઠાકોરે 2 ફોર્મ ભર્યા છે. આ સિવાય આદી ભારત પાર્ટીના ત્રણ ઉમેવાદર, રાષ્ટ્રીય પાવર પાર્ટી, જનતાવાદી કોંગ્રેસ પાર્ટી, ગરવી ગુજરાત પાર્ટી, બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારો ઉપરાંત 8 અપક્ષે ફોર્મ ભરેલું છે. એટલે કે 13 વધારાના ફોર્મ રદ્દ થતાં 23 ઉમેદવારો મેદાને રહેશે જેમાં 21 નવેમ્બરના રોજ વધાર ચિત્ર સ્પષ્ટ થશે.

ગાંધીનગર દક્ષિણમાં વિવિધ પક્ષનો રાફડો
ગાંધીનગર દક્ષિણમાં 25 ફોર્મ ભરાયા છે. કોંગ્રેસના હિમાંશુ પટેલના 4, ભાજપમાંથી અલ્પેશ ઠાકોરે 4 ફોર્મ, આપના દેવેન્દ્ર પટેલ 2 ફોર્મ ભર્યા છે. ઉપરાંત ગુજરાત નવનિર્માણ સેના, જનસેવા ડ્રાઈવર પાર્ટી, બહુજન સમાજપાર્ટી, ભારતીય જન પરિષદ પાર્ટીના ઉમેદવારો તથા 7 અપક્ષે ફોર્મ ભરેલા છે. 25માંથી વધારાના 11 ફોર્મની બાદબાકી થતાં 14 ઉમેદવારો મેદાને રહેશે. ઉત્તરમાંથી 28 ફોર્મ ભરાયા છે. કોંગ્રેસમાંથી વિરેન્દ્રસિંહ વાઘેલા, ભાજપમાંથી રીટાબેન પટેલ 4, આપના મુકેશ પટેલે બે ફોર્મ ભર્યા છે.

દહેગામ બેઠક પર 7 અપક્ષ ઉમેદવાર
કોંગ્રેસમાંથી વખતસિંહ ચૌહાણે ફોર્મ ભરેલું છે. ભાજપના બલરાજસિંહ ચૌહાણે 4, આપના સુહાગ પંચાલે 2 ફોર્મ ભર્યા છે. આ સિવાય ગરવી ગુજરાત પાર્ટી, વ્યવસ્થા પરિવર્તન પાર્ટી, રાઈટ ટુ રિકોલ પાર્ટીમાંથી એક-એક ફોર્મ ભરાયા છે. જ્યારે 7 અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ભરેલા છે. એટલે કે આવા 8 ફોર્મ નીકળ્યા બાદ 10માં કેટલા ઉમેદવાર પોતાનું ફોર્મ પરત ખેંચે તે જોવાનું રહે છે.

અન્ય સમાચારો પણ છે...