અનલોકમાં લૉકડાઉન:લવારપુર ગામમાં કોરોનાનું સંક્રમણ વધતા 21 તારીખ સુધી સ્વયંભૂ લૉકડાઉન

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીનગર ગ્રામ્યમાં આજે નવા 39 કેસ નોંધાયા

ગાંધીનગરમાં શહેરી વિસ્તારની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના ના કેસો માં ઉત્તરોઉત્તર વધારો થતાં ગ્રામ્ય વિસ્તારોમાં હાહાકાર મચી જવા પામ્યો છે ત્યારે ગાંધીનગર પાસે આવેલા લવારપુર ગામમાં સ્થાનિકો અને સરપંચ દ્વારા 21 મી તારીખ સુધી સ્વયંભૂ લૉકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે.

કોરોના ની નવી લહેરમાં ગાંધીનગર શહેર માં લગભગ ઘરે ઘરે કોરોના પહોંચી ચૂકયો છે ત્યારે આ વખતે ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના એ કાળો કેર વર્તાવ્યો છે. આજે ગ્રામ્ય વિસ્તારમાં 39 કેસ મળી આવ્યા છે જેમાં પેથાપુર ,અડાલજ, ખોરજ અદાણી શાંતીગ્રામ ,વાસણારાઠોડ, કાનપુર, રૂપાલ રાયસણ ,છાલા ,રાદેશન, સરગાસણ, લેકાવાડા વાવોલ અને ઝુંડાલ માં કુલ 22 કેસ તેમજ કલોલ તાલુકામાં 12, માણસામાં 4 તેમજ બે ગામમાં એક મળી કુલ 39 કેસો સામે આવ્યા છે.

ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં સંક્રમણ વધવાથી લવારપુર ગામ ના સરપંચ તેમજ સ્થાનિકોએ એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગ્રામજનોએ સામૂહિક રીતે આગામી 21 મી એપ્રિલ સુધી સ્વયંભૂ લૉકડાઉન કરવાની જાહેરાત કરી હતી લવારપુર ગામ માં કોરોના કેસો વધે નહીં તે માટે મેડિકલની તેમને પણ બોલાવી લેવાઇ હતી અને શંકાસ્પદ જણાતા લોકોનું મેડિકલ ચેકઅપ હાથ ધરવામાં આવ્યું હતું આ ઉપરાંત પંચાયત દ્વારા ગામમાં દરેક ઘરે માસ્કનું વિતરણ પણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

ઉપરાંત ગામમાં બહારથી આવનાર લોકો પર પાબંધી ફરમાવી દેવામાં આવી હતી તેમજ ગ્રામજનોએ પણ પોતાના સંબંધીઓને ગામની મુલાકાત નહી લેવા માટે જણાવી દેવામાં આવ્યું હતું ત્યારે ગામમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સિવાયની તમામ દુકાનો બંધ કરી દેવાનો નિર્ણય સામુહિક રીતે કરવામાં આવેલ છે જેમાં ગામના યુવાનો દ્વારા લૉકડાઉનને સફળ બનાવવા માટે ગામના પ્રવેશ દ્વારો પર પહેરો ભરવાનું શરૂ પણ કરી દેવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...