તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અપહરણ:ગાંધીનગરમાં અખબાર વિક્રેતાના 16 વર્ષીય પુત્રનું અપહરણ, અજાણ્યા શખ્સો સામે પોલીસ ફરિયાદ

ગાંધીનગર7 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 8 માર્ચે ગુમ થયા બાદ મળી ના આવતા ફરિયાદ

ગાંધીનગરમાં પેપર નું વિતરણ કરનારના 16 વર્ષીય પુત્રનું કોઈ અજાણ્યા શખ્સો સેક્ટર 13ના છાપરા એ પાસેથી અપહરણ કરીને નાસી છૂટ્યા હોવાની ફરિયાદ ગાંધીનગરના સેક્ટર-7 પોલીસ મથકે નોંધાવા પામી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર ગાંધીનગરના સેક્ટર 13 A પ્લોટ નંબર 543/2 માં રહેતા મૂળ રાજસ્થાનના ભરતભાઈ રામેશ્વર લોટ ના પરિવારમાં પત્ની સરિતાબેન તેમજ મોટો પુત્ર પૂજન તેમજ નાનો પુત્ર ગુંજનછે. ભરતભાઈ છેલ્લા ઘણા સમયથી ગાંધીનગરમાં પેપર વિતરણનો ધંધો કરે છે. જેમના સબંધી સેક્ટર 13 એ ના કાચા છાપરા માં રહે છે જેથી પરિવારને રોજબરોજ આવન-જાવન રહેતી હતી.

ગત તારીખ 8મી માર્ચના રોજ તેમનો નાનો પુત્ર ગુંજન સેક્ટર 13 એ માં આવેલ સંબંધીના ઘરે કાચા છાપરામાં સાઈકલ લઈને ગયો હતો. બપોરના સમયે નીકળેલો ગુંજન મોડી રાત સુધી ઘરે પરત ન ફરતા ભરતભાઈ અને તેમના પત્ની સવિતાબેન સેક્ટર 13 ના છાપરે સંબંધીના ઘરે દોડી ગયા હતા. પરંતુ ત્યાંથી ગુંજન બપોરના સમયે જ મિત્રના ઘરે જતો હોવાનું કહી નીકળી ગયો હતો.

ગાંધીનગરના આસપાસના વિસ્તારો તેમજ સગા સંબંધીઓને ત્યાં પુત્ર ગુંજન ની શોધખોળ કરવા છતાં તેનો ક્યાંય પત્તો નહિ લગતા ભરતભાઈ એ આખરે સેકટર-7 પોલીસ મથકે કોઈ અજાણ્યા શખ્સો પુત્રનું અપહરણ કરીને ફરાર થઇ ગયા હોવા સબબ ફરિયાદ નોંધાવી છે.

આ અંગે સેક્ટર - 7 પી.આઈ જે. એચ. સિંધવે જણાવ્યું હતું કે, 16 વર્ષીય કિશોર સેક્ટર-13માં તેના સગાના ત્યાં 8મી માર્ચે ગયો હતો. જ્યાં બપોર પછી તે અચાનક ગાયબ થઈ ગયો હતો. જેના પિતાની ફરીયાદના આધારે અપહરણનો ગુનો અજાણ્યા શખ્સો સામે નોંધી કિશોરને શોધવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...