તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરોએ આ પણ ન છોડ્યું:કલોલમાં યુજીવીસીએલનાં થાંભલામાં ફીટ ટ્રાન્સફોર્મર જમીન દોસ્ત કરી ઓઈલ તેમજ કોપર કોઇલની પણ ચોરી થવા લાગી

કલોલ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટ્રાન્સફોર્મરમાંથી 12 લીટર ઓઈલ ચોરી ગયાની પોલીસ ફરિયાદ
  • પરમ દિવસે દૂધ કેન્દ્રો અને પાર્લરમાં તસ્કરો ત્રાટક્યા હતા

ગાંધીનગરનાં કલોલ તાલુકાના ગુરુકુળ પલસાણા રોડ પર આવેલા ખેતરમાં લગાવેલા યુજીવીસીએલનાં થાંભલામાં ફીટ કરેલા ટ્રાન્સફોર્મરને જમીન દોસ્ત કરી તેમાંથી 12 લીટર ઓઈલ તેમજ કોપર કોઇલની પણ તસ્કરો ચોરી કરીને નાસી જતાં કલોલ તાલુકા પોલીસ ગુનો નોંધી તસ્કરોને ઝડપી લેવા દોડતી થઇ ગઈ છે. પરમ દિવસની રાત્રે પણ બાલવા ગામે દૂધ કેન્દ્રો અને એક પાર્લરમાં ખાતર પાડી તસ્કરો ઘી 11 ડબ્બા તેમજ તમાકુના 16 નંગ ડબ્બા ચોરીને નાસી જવામાં સફળ રહ્યા હતા.

ગાંધીનગર કલોલ તાલુકા પોલીસ મથકની હદમાં તસ્કરોને મોકળું મેદાન મળી ગયું હોય તેવો ઘાટ સર્જાયો છે. તસ્કરો સ્થાનિક પોલીસને પડકાર ફેંકીને ચોરીની ઘટનાને અંજામ આપીને રાત્રિ કર્ફ્યુ વચ્ચે અંધારામાં અલોપ થઈ જાય છે. હજી પરમ દિવસે રાત્રિ દરમિયાન તસ્કરો બાલવા ગામે આવેલી સહકારી દૂધ મંડળીના બે દૂધ કેન્દ્રો તેમજ એક પાર્લરનાં તાળા તોડીને અંદરથી 15 કિલો વજનના ઘીનાં 11 ડબ્બા, તમાકુનાં 16 ડબ્બા સહિત રોકડ રકમ મળીને રૂ. 1 લાખ 82 હજારનો મુદ્દામાલ સિફતપૂર્વક ચોરીને પલાયન થઈ ગયા હતા. હજી તો આ ચોરી પ્રકરણમાં સ્થાનિક પોલીસ દ્વારા તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે વધુ એક ચોરીની ફરિયાદ કલોલ તાલુકા પોલીસ મથકમાં નોંધાવવામાં પામી છે.

કલોલની વિનાયક રેસિડેન્સીમાં રહેતા હરેશભાઈ મિશ્રા છેલ્લા બે વર્ષથી UGVCLમાં જુનિયર એન્જિનિયર તરીકે મેન્ટેનન્સ તેમજ પાવર સપ્લાયની કામગીરી કરે છે. ગત તારીખ 29 મી માર્ચના રોજ UGVCL કલોલ સેન્ટરમાં ભાવેશ પટેલએ ફોન કરીને જણાવેલું કે ગુરુકુળ પલસાણા રોડ કૌશલ પાર્ટી પ્લોટની પહેલા આવેલા તેમના ખેતરમાં મૂકવામાં આવેલ ટ્રાન્સફોર્મર કોઈએ નીચે પાડી દીધું છે. જેના પગલે હરેશભાઈ સ્થાપના માણસો સાથે ઉપરોક્ત ખેતરમાં તપાસ અર્થે ગયા હતા.

તપાસ દરમિયાન UGVCLના થાંભલા પર લગાવેલ ટ્રાન્સફોર્મર નીચે પડેલું હતું. તેના પર શ્રી કૃષ્ણ સુદર્શન ઉર્જા કેપીસિટી 5kv તેમજ બીજું એક ટ્રાન્સફોર્મર તૂટેલી હાલતમાં મળી આવ્યું હતું. જેની ચકાસણી કરતા તેમાંથી કોઈ ઈસમ 12 લીટર ઓઈલ તેમજ કોપર કોઇલ નંગ 12ની ચોરી કરીને લઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. જે સબબ ફરિયાદ નોંધાતા ઓઈલ તેમજ કોપર કોઇલની ચોરી કરવા માટે અજાણ્યા ઈસમોએ UGVCLનાં થાંભલા પરથી ટ્રાન્સફોર્મર નીચે જમીન પર પાડી દઈ ચોરીને અંજામ આપ્યો હોવાનું પોલીસની પ્રાથમીક તપાસમાં બહાર આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...