પ્રવેશ પ્રક્રિયા:મેડિકલ-ડેન્ટલમાં ખાલી બેઠકો માટે હવે ઓફલાઈન રાઉન્ડ વીડિયો કોન્ફરન્સથી હાથ ધરાશે

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
  • રાઉન્ડમાં ભાગ લેવા 13મી સુધી કન્સેન્ટ રજિસ્ટ્રેશન રાજ્યની 11 કોલેજો ખાતેથી કાઉન્સેલિંગ પ્રક્રિયા

મેડિકલ-ડેન્ટલમાં બીજા રાઉન્ડ બાદ ખાલી પડનારી બેઠકો માટે પ્રવેશ સમિતિ દ્વારા વીડિયો કોન્ફરન્સિંગથી મોપ-અપ રાઉન્ડ કરવામા આવશે.આ રાઉન્ડમાં ભાગ લેવા માટે વિદ્યાર્થીએ 13મી સુધી ઓનલાઈન કન્સેન્ટ આપવાની રહેશે. પ્રવેશ સમિતિ દ્વારા જાહેર કરાયેલ પ્રક્રિયા મુજબ ઓફલાઈન-મોપઅપ રાઉન્ડમાં ભાગ લેવા વિદ્યાર્થીએ 13મીના રોજ બપોર સુધી ઓનલાઈન કન્સેન્ટ આપી દેવાની રહેશે. કન્સેન્ટ આપનારા વિદ્યાર્થીઓને મેરિટ અને કેટેગરી પ્રમાણે રૂબરૂ નક્કી કરાયેલી કોલેજ ખાતે બોલાવાશે.

મેરિટ નંબર મુજબનો વિગતવાર કાઉન્સેલિંગ કાર્યક્રમ હવે જાહેર કરાશે
પ્રવેશ સમિતિ દ્વારા અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજ સહિતની રાજ્યની 6 સરકારી મેડિકલ કોલેજો તથા અમદાવાદ કોર્પો અને સુરત કોર્પો.મેડિકલ કોલેજ,અમદાવાદ GCS મેડિકલ કોલેજ અને GMERS જુનાગઢ મેડિકલ કોલેજ સહિતની 11 કોલેજ નક્કી કરાઈ છે. કોરોનાને લીધે આ વર્ષે ગાંધીનગર પ્રવેશ સમિતિ ખાતે વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં એકઠા નહી કરાય.જેના બદલે 11 વિસ્તાર મુજબની કોલેજ ખાતે જે તે વિસ્તારના વિદ્યાર્થીઓને બોલાવાશે અને વીડિયો કોન્ફરન્સિંગથી કાઉન્સેલિંગ કરી વિદ્યાર્થીઓને મેરિટ મુજબ પ્રવેશ ફાળવાશે. મેરિટ નંબર મુજબનો વિગતવાર કાઉન્સેલિંગ કાર્યક્રમ હવે પછી જાહેર કરાશે.

13મી સુધી કન્સેન્ટ રજિસ્ટ્રેશન, 15 ડિસેમ્બર સુધી ફી ભરી શકાશે
મેડિકલ ડેન્ટલમાં પ્રવેશ માટે હાલમાં બીજા રાઉન્ડમાં 6591 બેઠકો પર વિદ્યાર્થીઓને કોલેજની ફાળવણી કરી દેવામાં આવી છે. વિદ્યાર્થીઓને ફી ભરવા માટે આગામી 15મી ડિસેમ્બર સુધીની મુદ્દત આપવામાં આવી છે. હવે આ રાઉન્ડ બાદ ખાલી બેઠક માટે મોપ અપ રાઉન્ડ રાખવામાં આવશે. જેમાં ભાગ લેવા માટે વિદ્યાર્થીઓએ 13મી ડિસેમ્બર સુધીમાં કન્સેન્ટ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...