તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન:ગુજરાત યુનિવર્સિટી અલગ અલગ 7 ફેકલ્ટીના 5244 વિદ્યાર્થીઓની ઓફલાઇન પરીક્ષા

ગાંધીનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ચારેય તાલુકાની 39 કોલેજોનો ઉપયોગ કરવામાં આવશે

કોરોનાની મહામારી વચ્ચે ગુજરાત યુનિવર્સિટી દ્વારા અલગ અલગ 7 ફેકલ્ટીના સ્નાતકની સેમેસ્ટર-5 અને પોસ્ટ ગ્રેજ્યુએશનની સેમેસ્ટર-3ની ઓફલાઇન પરીક્ષા લેવામાં આવી રહી છે. જેમાં 5244 વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા માટે જિલ્લાના ચારેય તાલુકાની 39 કોલેજોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કોવિડને પગલે દરેક પરીક્ષા ખંડમાં 15 વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

કોરોનાની મહામારીને પગલે શાળા અને કોલેજો શરૂ કરવામાં આવી નથી. હજુ ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન શિક્ષણના આધારે ગ્રેજ્યુએશનની બીએસસી, બીકોમ, બીએ, બીસીએના સેમેસ્ટર-5, બીએડના સેમેસ્ટર-3ની પરીક્ષા લેવામાં આવી રહી છે. જ્યારે માસ્ટર ડીગ્રીમાં એમકોમ અને એમએના સેમેસ્ટર-3ની પરીક્ષા લેવામાં આવનાર છે. ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનની પરીક્ષામાં જિલ્લાના 5244 વિદ્યાર્થીઓ બેસવાના હોવાથી દરેક કોલેજોમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જોકે વર્તમાન કોરોનાની ગાઇડ લાઇનનું ચુસ્ત પાલન કરવા માટે પરીક્ષાર્થીઓને સેનેટાઇઝરથી હાથ સાફ કરાવ્યા બાદ થર્મલ ગનથી ટેમ્પેચર ચેક કરવામાં આવે છે.

ઉપરાંત પરીક્ષા ખંડમાં 15 વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા ગોઠવીને સામાજિક અંતર જાળવવામાં આવ્યું છે. ગુજરાત યુનિવર્સિટીની ગ્રેજ્યુએશનના સેમેસ્ટર-3ની પરીક્ષામાં બીએસસીમાં 531 વિદ્યાર્થીઓ માટે 6 કોલેજોમાં, બીકોમના 1811 વિદ્યાર્થીઓ માટે 9 કોલેજોમાં, બીએના 1746 વિદ્યાર્થીઓ માટે 9, બીસીએના 10 વિદ્યાર્થીઓ માટે 1 કોલેજમાં, બીએડના સેમેસ્ટર-3ના 230 વિદ્યાર્થીઓ માટે 4 કોલેજમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જ્યારે પોસ્ટ ગ્રેજ્યુએશનના સેમેસ્ટર-3ની પરીક્ષામાં એમકોમના 689 વિદ્યાર્થીઓ માટે 6 અને એમએના 531 વિદ્યાર્થીઓ માટે 6 કોલેજનો ઉપયોગ બેઠક વ્યવસ્થા માટે કરાયો છે. જોકે પરીક્ષા સવાર અને સાંજ એમ અલગ અલગ સમય છે. જોકે વર્તમાન કોરોનાની મહામારીને પગલે એક પરીક્ષા પૂર્ણ થયા બાદ વર્ગખંડને સેનેટાઇઝર કરવામાં આવે છે. ઉપરાંત પરીક્ષાની કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓના હાથ સેનેટાઇઝરથી સાફ કર્યા બાદ અને ફરજિયાત માસ્ક સાથે જ પ્રવેશ આપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો