તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તૈયારી:વાલીઓની મંજૂરી મળશે તો જ ઓફલાઇન શિક્ષણ અપાશે

ગાંધીનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
ક્લાસરૂમને સેનેટાઇઝર સહિતની તૈયારીઓ શરૂ કરવામાં આવી. - Divya Bhaskar
ક્લાસરૂમને સેનેટાઇઝર સહિતની તૈયારીઓ શરૂ કરવામાં આવી.
  • ધો-12ની સ્કૂલ સહિત કોલેજો ખૂલશે, ક્લાસરૂમને સેનેટાઇઝ સહિતની તૈયારીઓ શરૂ

હાલમાં કોરોનાના કેસ ઘટતા 50 ટકા વિદ્યાર્થીઓ સાથે રાજ્ય સરકાર દ્વારા ધોરણ-12 સહિત કોલેજોને શરૂ કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે શાળાઓ અને કોલેજના આચાર્યો દ્વારા વાલીઓની સાથે સાથે માતા-પિતાની સમંતિ લેવાની કામગીરી કરી રહ્યા છે. જો વાલીઓની મંજુરી મળશે તો જ ઓફલાઇન શિક્ષણ અપાશે નહીં તો વિદ્યાર્થીને ઓનલાઇન શિક્ષણ અપાશે.

શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 અને 12ના રિપીટરની પરીક્ષા તારીખ 15મી, જુલાઇથી શરૂ થનાર છે. આથી બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાથી અનેક શાળાઓમાં ઓફલાઇન શૈક્ષણિક કાર્ય શરૂ થઇ શકશે નહી. આથી આવી શાળાઓ તારીખ 19મી, સોમવારથી શરૂ થાય તેવી શક્યતા રહેલી છે. જોકે શાળાઓને લઇને શિક્ષણ વિભાગમાંથી કોઇ જ ગાઇડ લાઇન કે સુચના આવી નથી. તેમ છતાં અમુક શાળાઓએ ગત વર્ષની જેમ તૈયારીઓ કરી દીધી છે.

શાળા અને કોલેજનના સંચાલકો દ્વારા વર્ગખંડોને સેનેટાઇઝર કરવાની કામગીરી હાથ ધરાઈ છે. ઉપરાંત આ વખતે 50 ટકા વિદ્યાર્થીઓની મર્યાદા નક્કી કરવામાં આવી હોવાથી તેને લઇને શાળા અને કોલેજોના આચાર્યોમાં અસમંજસ ભરેલી સ્થિતિ બની રહી છે. તેમાંય કોલેજ અભ્યાસ કરતા કેટલા વિદ્યાર્થીઓ આવવા માંગે છે. ત્યારબાદ કોલેજમાં આવવા માંગતા વિદ્યાર્થીઓના વાલીઓ સમંતિ આપે છે કે નહી સહિતના બાબતોને ધ્યાનમાં રાખીને આયોજન કરવાની તૈયારીઓ બતાવી છે. જ્યારે હાલમાં કેસોની સંખ્યા નીલ જેવી જ હોવાથી ધો-12ના છાત્રો શાળામાં આવશે.

વધુ ને વધુ વિદ્યાર્થીઓ આવે તેવું આયોજન કરાશે : સરકારી પોલિટેકનિક કોલેજ પ્રિન્સિપાલ
50 ટકા વિદ્યાર્થીઓની જ મંજુરી મળી હોવાથી માતા પિતાની સમંતિ લઇને કોલેજ આવેલા વિદ્યાર્થીઓને ઓફલાઇન શિક્ષણ મળી રહે તે માટે ઓડ ઇવન પદ્ધતિ અપનાવવામાં આવશે. ઉપરાંત વિદ્યાર્થીઓ ક્લાસ રૂમમાં પણ સામાજિક અંતર જાળવે તેવી બેઠક વ્યવસ્થા રખાશે. કેમ્પસમાં પ્રવેશતા વિદ્યાર્થીનું થર્મલગનથી ટેમ્પેચર ચેક કરાશે. ઉપરાંત હાથ સાફ કરવા સેનેટાઇઝર અને સાબુની પણ સુવિધા ઉભી કરાશે તેમ સરકારી પોલીટેકનિક કોલેજના પ્રિન્સિપાલ રૂપલ મર્ચન્ટે જણાવ્યું છે.

વિદ્યાર્થીઓના બાંહેધરી લેવામાં આવી રહ્યા છે : ઇજનેરી કોલેજ પ્રિન્સિપાલ
રાજ્ય સરકારની ગાઇડ લાઇન મુજબ જ કોલેજો શરૂ કરવામાં આવશે. તેના માટે હાલમાં વિદ્યાર્થીઓની બાંહેધરી લેવામાં આવે છે. વિદ્યાર્થીઓની બાંહેધરીના આધારે માતા-પિતાની સમંતિ લીધા બાદ જ 50 ટકાથી વિદ્યાર્થીઓ વધી જતા નથી. તેનો અભ્યાસ કર્યા બાદ કેવી રીતે વિદ્યાર્થીઓને બોલાવવા તે નક્કી કરાશે તેમ સરકારી ઇજનેરી કોલેજના પ્રિન્સિપાલ શ્વેતાબેને જણાવ્યું છે.

વેક્સિન ન લીધી હોય તેવા વિદ્યાર્થીઓની યાદી બનાવાશે : સરકારી સાયન્સ કોલેજ પ્રિન્સિપાલ
સરકારની ગાઇડ લાઇનના પાલન સાથે કોલેજ વિદ્યાર્થીઓ માટે શરૂ કરાશે. ઉપરાંત જે વિદ્યાર્થીઓએ વેક્સિન લીધી નથી તેવા વિદ્યાર્થીઓની યાદી બનાવીને તેઓને વેક્સિન આપવાની કામગીરી કરવામાં આવશે. લાયબ્રેરીમાં વિદ્યાર્થીઓને માત્ર બુક્સ આપવામાં આવશે. જ્યારે લાયબ્રેરીમાં વિદ્યાર્થીઓને બેસવા દેવામાં આવશે નહી સહિતના નિયમોનું પાલન કરાશે તેમ સરકારી સાયન્સ કોલેજ સેક્ટર-15ના આચાર્ય ડો.એન.જી.ભટ્ટે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...