તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:ધો.-6થી 8ના છાત્રો માટે 2 સપ્ટેમ્બરથી શાળામાં ઓફલાઇન વર્ગો શરૂ કરાશે

ગાંધીનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 50 ટકા વિદ્યાર્થીઓ સાથે શાળાઓમાં શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવશે

કોરોનાનું સંક્રમણ હાલમાં ઘટી રહ્યું હોવાથી રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ-6થી 8ના વિદ્યાર્થીઓ માટે ઓફલાઇન શિક્ષણનો પ્રારંભ તારીખ 2જી, સપ્ટેમ્બરથી કરવામાં આવનાર છે.

કોરોનાની એસઓપી મુજબ વાલીની સંમતિવાળા માત્ર 50 ટકા જ વિદ્યાર્થીઓને શાળામાં બોલાવીને ઓફલાઇન શિક્ષણ આપવાનું રહેશે.હાહાકાર મચાવનારની કોરોનાની બીજી લહેર પહેલાં રાજ્યના શિક્ષણ વિભાગે તબક્કાવાર ધોરણ-6થી 12ના વિદ્યાર્થીઓ માટે ઓફલાઇન અને ઓનલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ ત્યારબાદ માનવીને હચમચાવી નાંખનાર કોરોનાની બીજી લહેરની અસર મંદ પડતા જ રાજ્યના શિક્ષણ વિભાગે પ્રથમ તબક્કામાં ધોરણ-12 ત્યારબાદ બીજા તબક્કામાં ધોરણ-9થી 11ના વિદ્યાર્થીઓ માટે ઓફલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે.

જોકે કોરોનાની બીજી લહેરના વળતા પાણી થયાને બે માસ થવા છતાં સંક્રમણ હાલમાં નીલકક્ષાએ પહોંચી ગયું છે. ત્યારે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ-6થી 8ના વિદ્યાર્થીઓ માટે શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ તારીખ 2જી, સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવનાર છે. જોકે તેના માટે જે રીતે ધોરણ-9થી 12ના વિદ્યાર્થીઓ માટે એસઓપી નક્કી કરાઈ છે. તેજ રીતે ધોરણ-6થી 8ના વિદ્યાર્થીઓ માટે રાખવામાં આવી હોવાથી વાલીની સમંતિવાળા 50 ટકા જ વિદ્યાર્થીઓને શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ આપી શકાશે.

જિલ્લાની સરકારી 350, ગ્રાન્ટેડ 40 અને ખાનગી 261 જેટલી પ્રાથમિક શાળાઓના અંદાજે એક લાખ વિદ્યાર્થીઓ માટે શાળાઓના દ્વાર ખુલવામાં આવનાર છે. જોકે વાલીઓની સમંતિની સાથે સાથે બે વિદ્યાર્થીઓ વચ્ચે બેથી ત્રણ ફુટનું અંતર રાખીને વર્ગખંડમાં બેસાડવાના છે. આથી 2જી, સપ્ટેમ્બરથી શરૂ થનાર ધોરણ-6થી 8ની શાળાઓમાં કેટલા વિદ્યાર્થીઓ હાજર રહે છે. ઉપરાંત કેટલા વિદ્યાર્થીઓના વાલીઓ બાળકોને મોકલે છે તેમજ કેટલા વાલીઓ સમંતિપત્ર આપે છે તે 2જી, સપ્ટેમ્બરે જ ખબર પડશે.

ધો.-9થી 12માં છાત્રોની માંડ 24% હાજરી
શિક્ષણ વિભાગ દ્વારા કોરોનાની બીજી લહેરની ગતિ મંદ પડતા જ ધોરણ-9થી 12ના વિદ્યાર્થીઓ માટે ઓફલાઇન શિક્ષણ શરૂ કરી દેવામાં આવ્યું છે. જેને એકાદ માસ જેટલો સમય થવા છતાં હજુ શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી માંડ 24 ટકાની આસપાસ રહેતી હોવાનું શિક્ષણ વિભાગમાં માહિતગાર સૂત્રોએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...