વિધાનસભાનું બજેટ સત્ર ચાલે છે અને તેમાં લોકોના પ્રશ્નો સહિત રાજ્યના વિકાસ સહિતના મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા થાય છે પરંતુ મોટાભાગના અધિકારીઓ વિધાનસભાની કામગીરી દરમિયાન ગૃહમાં હાજર રહેતા નથી અને તેમના જુનિયરોને મોકલી આપે છે. જેની વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ ગંભીર નોંધ લઇને સચિવોને તાત્કાલિક ગૃહમાં બોલાવવા સૂચના આપતા અધિકારીઓ દોડતા થઇ ગયા હતા.
મોટાભાગના સચિવકક્ષાના અધિકારીઓ પ્રશ્નોત્તરી કાળ સિવાયની કામગીરી દરમિયાન ગૃહમાં ઉપસ્થિત રહેતા નથી. તેઓ પોતાના જુનિયર અધિકારીઓ એટલે કે નાયબ સચિવ કે ઉપસચિવને વિગતો સાથે મોકલી આપે છે. કેટલાક અધિકારીઓ તો તેમના વિભાગના પ્રશ્નો હોવા છતાં પ્રશ્નોત્તરી કાળમાં પણ હાજર રહેતા નથી.
નાણાં મંત્રી કનુ દેસાઇએ આરોગ્ય વિભાગ, ઉદ્યોગ અને ખાણ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તથા શહેરી વિકાસ વિભાગની પૂરક માગણીઓ રજૂ કરી હતી. જેના પર ધારાસભ્યો ચર્ચા કરી રહ્યા હતા. આ સમયે ગેલેરીમાં એકમાત્ર નાણાં વિભાગના આર્થિક બાબતોના અગ્ર સચિવ મોના ખંધાર ઉપસ્થિત હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.