ચૂંટણી:ગાંધીનગરના 44 કોર્પોરેટરમાંથી 28 વર્ષના સૌથી નાના, 58 વર્ષના સૌથી મોટા કોર્પોરેટર

ગાંધીનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 44 કોર્પોરેટરમાંથી 14 જ કોલેજ સુધી કે તેથી વધુ ભણેલા, એક માત્ર 30 વર્ષના કોર્પોરેટર MD મેડિસીન
  • 162 ઉમેદવાર પૈકી જનતાએ પસંદ કરેલા 44 કોર્પોરેટર્સમાં 41 ભાજપ, 2 કોંગ્રેસ અને આપના 1 ઉમેદવાર કોર્પોરેટર બન્યા

મનપાની ચૂંટણીમાં 162 ઉમેદવારમાંથી જનતાએ પસંદ કરેલાં 44 કોર્પોરેટર્સમાં 41 ભાજપ, 2 કોંગ્રેસ અને 1 આપના ઉમેદવાર કોર્પોરેટર બન્યા છે. આ 44માંથી 14 કોર્પોરેટર્સ ગ્રેજ્યુએટ કે તેથી વધુ ભણેલા છે. 15 ધોરણ-12 પાસ અને 6 ધોરણ-10 પાસ છે. 5 કોર્પોરેટર 9 પાસ, 1 ધોરણ-8 પાસ, એક ધો-7 પાસ અને સૌથી ઓછું 6 ધોરણ પાસ વોર્ડ નંબર-9ના અલ્પાબેન પટેલ છે.

જ્યારે વોર્ડ-4ના દક્ષાબહેન મકવાણાએ અભ્યાસ દર્શાવ્યો નથી. અભ્યાસમાંથી સૌથી વધુ ભણેલા વોર્ડ -9 ડૉ. સંકેત પંચાસરા એમડી મેડીસીન છે. ઉંમરની વાત કરીએ તો સૌથી નાની ઉંમરના કોર્પોરેટર વોર્ડ-7 કિંજલબેન ઠાકોર 28 વર્ષના છે.

જ્યારે સૌથી મોટી ઉંમરના કોર્પોરેટર 58 વર્ષના વોર્ડ-9 રાજુભાઈ પટેલ છે. નવા 44 કોર્પોરેટરમાંથી 7 30થી 35 વર્ષની વચ્ચેના જ છે. 10 કોર્પોરેટર 36થી 40 વર્ષની વચ્ચે, 16 કોર્પોરેટર 41થી 50 વર્ષની વચ્ચેના તથા 10 કોર્પોરેટર 51 વર્ષ કે તેથી વધુ વયના છે.

મહાનગરપાલિકામાં ચૂંટાયેલા કોર્પોેરેટરોની શૈક્ષણિક લાયકાતો

નામઉંમરઅભ્યાસપક્ષ
મીનાબેન મકવાણા53 વર્ષ10 પાસભાજપ
અંજનાબેન મહેતા53 વર્ષ10 પાસભાજપ
નટવરજી ઠાકોર37 વર્ષ8 પાસભાજપ
રાકેશકુમાર ૫ટેલ51 વર્ષઆઈટીઆઈભાજપ
પારૂલબેન ઠાકોર36 વર્ષ12 પાસભાજપ
દીપ્તીબેન ૫ટેલ31 વર્ષગ્રેજ્યુએટભાજપ
અનિલસિંહ વાઘેલા37 વર્ષ12 પાસભાજપ
ગજેન્દ્રસિંહ વાઘેલા32 વર્ષ10 પાસકોંગ્રેસ
સોનાલીબેન પટેલ41 વર્ષએમકોમભાજપ
દિપીકાબેન સોલંકી48 વર્ષ7 પાસભાજપ
ભરતભાઇ ગોહિલ37 વર્ષ9 પાસભાજપ
અંકિત બારોટ33 વર્ષબીએસસીકોંગ્રેસ
દક્ષાબેન મક્વાણા33 વર્ષદર્શાવ્યો નથીભાજપ
સવિતાબેન ઠાકોર44 વર્ષ10 પાસભાજપ
ભરતભાઇ દિક્ષિત50 વર્ષકોલેજનું પ્રથમ વર્ષભાજપ

જસપાલસિંહ બિહોલા

37 વર્ષ12પાસભાજપ
કૈલાસબેન સુતરીયા48 વર્ષ12 પાસભાજપ
હેમાબેન ભટ્ટ40 વર્ષડિપ્લોમા ઈન કોમ્પ્યુ.એન્જિ.ભાજપ
કિંજલકુમાર પટેલ40 વર્ષ12 પાસભાજપ
પદમસિંહ ચૌહાણ40 વર્ષ12 પાસભાજપ
ભાવનાબેન ગોલ53 વર્ષ9 પાસભાજપ

પ્રેમલત્તાબેન મહેરીયા

49 વર્ષ9 પાસભાજપ
નામઉંમરઅભ્યાસપક્ષ
ગૌરાંગ વ્યાસ48 વર્ષડિપ્લોમાભાજપ
તુષાર પરીખ33 વર્ષએમબીએઆપ
સોનલબેન વાઘેલા44 વર્ષ12 પાસભાજપ
કિંજલબેન ઠાકોર28 વર્ષ12 પાસભાજપ
પ્રેમલસિંહ ગોલ48 વર્ષગ્રેજ્યુએટભાજપ
શૈલેષભાઈ પટેલ49 વર્ષગ્રેજ્યુએટભાજપ
ઉષાબેન ઠાકોર40 વર્ષ9 પાસભાજપ
છાયા ત્રિવેદી49 વર્ષએલએલબીભાજપ

હિતેશકુમાર મકવાણા

41 વર્ષ10 પાસભાજપ
રાજેશકુમાર પટેલ53 વર્ષડ્રાફ્ટમેન સિવિલભાજપ
અલ્પાબેન પટેલ38 વર્ષ6 પાસભાજપ
શૈલાબેન ત્રિવેદી54 વર્ષ10 પાસભાજપ
રાજુભાઈ પટેલ58 વર્ષએસબીવાયભાજપ
ડૉ. સંકેત પંચાસરા30 વર્ષએમડી મેડીસીનભાજપ
મીરાબેન પટેલ41 વર્ષગ્રેજ્યુએટભાજપ
તેજલબેન વાળંદ41 વર્ષગ્રેજ્યુએટભાજપ
મહેન્દ્રભાઈ પટેલ53 વર્ષ12 પાસભાજપ
પોપટસિંહ ગોહિલ54 વર્ષ12 પાસભાજપ
સેજલબેન પરમાર33 વર્ષ12 પાસભાજપ
ગીતાબેન પટેલ42 વર્ષ12 પાસભાજપ
માણેકજી ઠાકોર50 વર્ષ9 પાસભાજપ
જશવંતલાલ પટેલ53 વર્ષબીઈ સિવિલભાજપ

ભાજપની નવી ઈનિંગનો આરંભ: નોરતામાં જ મનપાની પ્રથમ સામાન્ય સભા બોલાવાશે
​​​​​​​ગાંધીનગર કોર્પોરેશનમાં ભાજપને પ્રથમવાર ચૂંટણીમાં સંપૂર્ણ બહુમતી મળી છે. જેને પગલે હવે ગાંધીનગર કોર્પોરેશનમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવશે. ત્યારે પ્રથમ જંગી બહુમતીથી સત્તા મેળવનાર ભાજપ દ્વારા પદાધિકારીઓની વરણી માટે નવરાત્રિ જેવા શુભ અવસર બીજો કોઈ ન હોય શકે.

​​​​​​​જેને પગલે મળેલી માહિતી મુજબ નવરાત્રિના સમયે આ એક અઠવાડિયામાં જ સામાન્ય સભા બોલાવી લેવાશે. જેને પગલે અઠવાડિયામાં જ ગાંધીનગરને નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મળી જશે. ત્યારે કોર્પોરેશનમાં પદોને લઈને ભાજપના કોર્પોરેટર્સમાં લોબિંગ શરૂ થઈ ગયું છે.

વળતર મનપાની ચૂંટણી ST નિગમને ફળી: ચૂંટણીની કામગીરીમાં રોકાયેલી 24 એસ ટી બસોને 1.92 ચૂકવાશે
ગાંધીનગર મનપા અને મોટી આદરજની પેટા ચુંટણીની કામગીરીમાં એસ ટી ડેપોની કુલ-24 બસોનો ઉપયોગ કરાયો હતો. ચુંટણીની કામગીરીમાં રોકાયેલી એસ ટી બસોના ભાડા પેટે રૂપિયા 1.92 લાખની ચુકવણી ચુંટણી પંચ દ્વારા કરાશે. ગાંધીનગર મહાનગર પાલિકા ચુંટણી તેમજ ગાંધીનગર તાલુકાની આદરજ મોટી બેઠકની પેટા ચુંટણીની કામગીરી માટે ગાંધીનગરના ડેપોમાંથી કુલ-24 એસ.ટી.બસોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ચુંટણીની કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓને ચુંટણી સાહિત્યના વિતરણ સ્થળથી મતદાન મથક સુધી લઇ જવા માટે એસ ટી બસોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મતદાન પૂર્ણ થતાં જ ઇવીએમ સહિતના ચુંટણીના સાહિત્યની સાથે સાથે કર્મચારીઓને મતગણતરી સ્થળે લાવવા તેમજ નિયત કરેલા મુકવા માટે એસ ટી ડેપોની કુલ-24 બસોને દોડાવી હતી. આથી નિગમના નિયત કરેલા ભાડા મુજબ પ્રતિ એસ ટી દીઠ રૂપિયા 8000 લેખે કુલ-24 બસોના કુલ રૂપિયા 1.92 લાખ ભાડું થાય છે.

અન્ય સમાચારો પણ છે...