તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વધતા સંક્રમણ વચ્ચે રાહત:કોરોનાની સારવાર માટે વપરાશમાં લેવાતા રેમડેસીવિર ઈન્જેકશનનો પૂરતો જથ્થો હોવાનો દાવો

ગાંધીનગર18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 'અલગ અલગ જિલ્લામાં 32,965 ઈન્જકેશનનો જથ્થો મોકલાશે'
 • ગુજરાતમાં દરરોજ 30000 ઈન્જેકશનનું ઉત્પાદન

કોરોનાની સારવાર માટે વપરાશમાં લેવાતા રીમડિસીવર ઇન્જેક્શનનો પુરતો જથ્થો રાજ્યમાં ઉપલબ્ધ હોવાનું આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

કમિશ્નર ડૉ. એચ.જી.કોશીયાએ જણાવ્યુ છે કે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અગ્રસચિવ ડૉ. જયંતિ રવી અને ખોરાક અને ઔષધ નિયમન તંત્રની સીધી દેખરેખ અને પ્રયાસો થકી રેમડેસીવિર ઇન્જેક્શનનો પુરતો જથ્થો ઉપલબ્ધ કરવામાં આવેલ છે.

આજરોજ ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓના દવા બજાર અને પ્રાઇવેટ હોસ્પિટલોમાં 13,680 ઇન્જેક્શન ઉપલબ્ધ કરવામાં આવેલ છે.જે પૈકી અમદાવાદમાં 5478 ઇન્જેક્શન, વડોદરામાં 2290 ઇન્જેક્શન, સુરતમાં 1852ઇન્જેક્શન, રાજકોટમાં 216 ઇન્જેક્શન, મહેસાણામાં 414ઇન્જેક્શનનું વિતરણ કરવામાં આવેલ છે. આ ઉપરાંત કંપનીના ડેપોમાં હાલમાં ઉપલબ્ધ આશરે 19105 ઇન્જેક્શનનો જથ્થો જિલ્લાઓમાં વિતરણ થવામાં આવનાર છે, આમ કુલ 32,965 ઇન્જેક્શનનો જથ્થો રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં વિતરણ થવામાં આવનાર છે.

રેમડેસીવિર ઇન્‍જેક્શનના ઉત્પાદકો જેમ કે, Hetero Drugs Ltd., Cipla Ltd., Mylan Laboratories Ltd., Cadila Healthcare Ltd., Dr. Reddy's Lab. Ltd., Jubilant Lifescience Ltd. પૈકી ગુજરાત રાજ્યના ઉત્પાદક Zydus Cadila દ્વારા 30,000 ઇન્‍જેક્શનોનું દૈનીક ઉત્પાદન કરવામાં આવે છે. કોરોનાની સારવાર માટે પ્રત્યેક દર્દી દીઠ 6 ઇન્‍જેક્શનની જરૂર પડતી હોઇ દરરોજના 5000દર્દીઓની સારવાર કરી શકાય તેટલા ઇન્જેક્શનનું ઉત્પાદન Zydus Cadila દ્વારા કરવામાં આવે છે.

વધુમાં ફુડ એન્ડ ડ્રગ કમિશ્નર ડૉ. એચ.જી.કોશીયાએ જાહેર જનતાને અપીલ કરેલ છે કે ગુજરાત રાજ્યમાં કોરોનાની સારવાર માટે વપરાશમાં લેવામાં આવતા મેડીકલ ઓક્સીજન, રેમડેસીવીર ઇન્‍જેક્શન, ફેવીપીરાવીર ટેબલેટ વિગેરે પુરતા પ્રમાણમાં જથ્થો સરકારી તેમજ પ્રાઇવેટ હોસ્પિટલો તથા દવા બજારમાં ઉપલબ્ધ છે. એટલે રાજ્યના નાગરિકોએ આ દવાની અછત અંગે ગભરાટ કે દહેશત રાખવાની સહેજ પણ જરૂર નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો