પંચાયતોની કામગીરી ખોરંભે ચડી:પડતર માંગણીઓને લઇને ગાંધીનગર જિલ્લાના 200 તલાટીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, રાષ્ટ્રધ્વજ ફરકાવવા સિવાયની કોઈ કામગીરી નહીં કરે

ગાંધીનગર13 દિવસ પહેલા
  • પડતર માંગણીઓ સંદર્ભે વારંવાર રજૂઆત કરવા છતાં આજદિન સુધી નિરાકરણ નહીં આવતાં આજથી હડતાળનો આરંભ કર્યો

લાંબા સમયનાં પડતર પ્રશ્નો સરકાર દ્વારા હલ નહીં કરાતા આજથી ગુજરાત સરકારનાં પંચાયત સેવાના તલાટી મંત્રીઓની ગાંધીનગર સહિત રાજયવ્યાપી હડતાલનો પ્રારંભ થયો છે. આ હડતાલના પગલે ગ્રામીણ વિસ્તારની ગ્રામ પંચાયતોની કામગીરી ખોરંભે ચડી ગઇ છે. ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહા મંડળ દ્વારા વર્ષ 2018થી સતત રજૂઆત કરવા છતાં પણ સરકારનાં વહીવટી તંત્ર પડતર પ્રશ્નોનો ઉકેલ નહિં આવતાં અચોકસ હડતાલની અસર ગ્રામ પંચાયતોની કામગીરી પર પડી છે.

ગાંધીનગર જિલ્લાના 200 તલાટીઓ આજથી હડતાળ પર ઉતર્યા
આજથી તલાટી કમ મંત્રીઓએ પડતર માંગણીઓને લઇને અચોક્કસ મુદતની હડતાળનો રાજય વ્યાપી પ્રારંભ થયો છે. જે અન્વયે આજે ગાંધીનગર જિલ્લાના બસ્સો તલાટીઓએ પણ હડતાળનું રણશિંગું ફૂંકીને રોજીંદી કામગીરી બંધ કરી દેવામાં આવી છે. અગાઉ ગુજરાત સરકારને તારીખ 7/9/2021 નાં રાજ્ય તલાટી કમ મંત્રીનાં માંગણી મુજબનાં પડતર પ્રશ્નો નિરાકરણ કરવા જણાવેલ હતું. રાજ્ય સરકાર દ્વારા ટુંક સમયમાં પશ્રનો ઉકેલવા ખાત્રી આપી હતી અને હડતાલ મોકૂફ રાખવામાં આવી હતી.

તિરંગા યાત્રા સિવાય કોઈ કામગીરી નહીં કરવાનો મંડળનો નિર્ણય
આ બાંહેધરીને નવ માસ પછી પણ રજુઆત કરવાં છતાં એક પણ પશ્રનું સુખદ અંત નહિં આવતાં તલાટી મંત્રી મંડળની રાજ્ય કક્ષાના પદાધિકારીઓની મીટીંગ ગાંધીનગર ખાતે મળેલી અને તેમાં સર્વાનુમતે ઠરાવ કરી આજ તા 2/8/2022 થીં સમગ્ર ગુજરાતના તલાટી મંત્રીઓનાં પશ્રનો નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાળ પર ઊતરી જવાનું નક્કી કરાયું હતું. અને આ બાબતે નાયબ કલેકટર તેમજ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રોષ વ્યક્ત કર્યો હતો. તલાટી મંત્રી મંડળ દ્વારા ડીઝાસ્ટ મેનેજમેન્ટ અન્વયે કામગીરી તેમજ હરધર તિરંગા યાત્રા અંતર્ગત ગ્રામ પંચાયત કચેરીમાં રાષ્ટ્રધ્વજ પૂર્ણ માનસન્માન સાથે ફરકાવવા ની કામગીરી સિવાયની તમામ કામગીરીનો બહિષ્કાર કરીને અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા છે.

સરકારને પડતર પ્રશ્નોને લઇ વારંવાર લેખિતમાં રજૂઆતો કરી હતી
આ અંગે રાજય તલાટી મહા મંડળનાં પ્રમુખ પંકજ મોદીએ જણાવ્યું હતું કે, વર્ષ 2018 થી સરકારને પડતર પ્રશ્નોને લઇ વારંવાર લેખિતમાં રજૂઆતો કરી હતી. આ અગાઉ તા. 07-09-2021 ના રોજ હડતાળનું એલાન કર્યું હતું જેને લઇ સરકાર દ્વારા ટૂંક સમયમાં પ્રશ્નોનો સુખદ અંત લાવવા બાંહેધરી આપતાં હડતાળ મોકૂફ રાખી હતી. તેમ છતાં હજી સુધી પડતર માંગણીઓનું નિરાકરણ નહીં આવતાં રાજયના તલાટી કમ મંત્રીઓની અચોક્કસ મુદતની હડતાળ પાડવામાં આવી છે.

તલાટી મહા મંડળની પડતર માંગણીઓ
તલાટી મંત્રી મંડળનીે પડતર માંગણીઓ જેમાં વર્ષ 2004/5 ની ભરતીનાં તલાટી મંત્રીને પાંચ વર્ષની ફીક્સ પગારની નોકરી ગણવી વિસ્તરણ પંચાયત અધિકારી વર્ગ 3 પ્રથમ/ બીજું ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરવા તથા તે અંગેની પરીક્ષા રદ કરવી, રેવન્યુ તલાટી મંત્રીને પંચાયત તલાટી મંત્રી તરીકે મર્જ કરવાં અથવા જોબ ચાર્ટ અંલગ કરવું તા 1/1/2016 પછી નાં મળવાં પાત્રો પ્રથમ/બીજું પગાર ધોરણ પરીક્ષા પાસ કરવાની સરતે પાત્રતા તારીખ થી મંજુર કરવાપંચાયત વિભાગ સિવાય અન્ય વિભાગ ની વધારાની કામગીરી તલાટી મંત્રીને નહીં સોંપવા અંગે અથવા વધારાની કામગીરીનું અલગથીં ખાસ ભથ્થું આપવાની માંગણી કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...