તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોસ્ટમોર્ટમ રિપોર્ટ:ગાંધીનગરના શાહપુર બ્રિજ નીચેથી ગઇકાલે મળી આવેલી અજાણી મહિલાનું બોથડ પદાર્થ વડે ખુન થયુ હોવાનો ખુલાસો

ગાંધીનગર21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગઇકાલે શાહપુર બ્રિજ નીચેથી જાનવરોએ ફાડી ખાધેલી હાલતમાં મહિલાની લાશ મળી હતી
 • ગાંધીનગર સિવિલ બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક સાયન્સની મદદથી પોસ્ટમોર્ટમ કરાવતાં ખુલાસો થયો

ગાંધીનગરના ગિફ્ટ સિટી પાસે આવેલા શાહપુર બ્રિજ નીચેથી ગઈકાલે જાનવરોએ ફાડી ખાધેલી હાલતમાં મહિલાની લાશ મળી આવતા ડભોડા પોલીસે અમદાવાદ સિવિલ ખાતે એફએસએલ મદદથી પોસ્ટમોર્ટમ કરાવતા મૃતક અજાણી સ્ત્રીનું મોત માથાના પાછળના ભાગે સખત બોથડ પદાર્થથી ઇજા પહોંચવાના કારણે થયું હોવાનું બહાર આવ્યું છે. જેનાં પગલે પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધીનગરના રક્ષાશક્તિ સર્કલથી ગિફ્ટ સિટી તરફ જતા આવતા શાહપુર બ્રિજ નીચેથી કોઈ અજાણી મહિલાની લાશ પડી હોવાની જાણ ગામના સરપંચ દ્વારા કરવામાં આવતા ડભોડા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. શરૂઆતમાં ડભોડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. જેમાં આશરે 25થી ૩૦ વર્ષની અજાણી મહિલાની લાશ ત્રણેક દિવસ જૂની હોવાનું પ્રાથમિક તારણ કાઢવામાં આવ્યું હતું. તેમજ બોડી જાનવરોએ ફાડી ખાધી હોવાનું પણ બહાર આવ્યું હતું.

મૃતક મહિલાના શરીરએ લાલ રંગના ડિઝાઇન વાળુ બ્લાઉઝ તથા લાલ ગુલાબી રંગની ડિઝાઇન વાળી સાડી તથા લાલ કલરનો ચણીયો પહેરેલા તેમજ તેના જમણા હાથે તેમજ ડાબા હાથે હિન્દીમાં કંઇક લખેલાનું પોલીસને જોવા મળ્યું હતું. જોકે, લાશ બે-ત્રણ દિવસ જૂની હોવાના કારણે તેમ જ જાનવરોએ ફાડી ખાધી હોવાથી મરનાર સ્ત્રીના હાથમાં લખેલ છુંદણું સ્પષ્ટ વાંચી શકાતું ન હતું.

મનાર અજાણી સ્ત્રીના વાલી વારસા બાબતે પોલીસે તપાસ કરતા કોઈ ફળદાયી હકીકત મળી આવી ન હતી. જેના પગલે મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પ્રથમ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. જોકે, આ સંદર્ભે ડોક્ટરે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ફોરેન્સિક સાયન્સની મદદથી પોસ્ટમોર્ટમ કરાવવા પોલીસને જણાવ્યું હતું જેના પગલે પોલીસે અમદાવાદ સિવિલ ખાતે પોસ્ટમોર્ટમ કરાવતાં અજાણી સ્ત્રીનું મોત સખત બોથડ પદાર્થથી માથામાં પાછળના ભાગે ઇજા કરવાથી થયેલાનું ખુલવા પામ્યું હતું.આથી ડભોડા પોલીસ મથકના સબ ઇન્સ્પેક્ટર લાલસિંહ મસાણીએ અજાણી મહિલાની હત્યા કરનાર અજાણ્યા ઇસમ વિરુદ્ધ ઈપીકો કલમ 302 તેમજ જી પી એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો