તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિશાહીન:ગાંધીનગર સિવિલથી નર્સની ઓળખ આપી બાળકનું અપહરણ કરનાર મહિલાના ચાર વખત સ્કેચ બનાવ્યા છતાં પોલીસ દિશાહીન

ગાંધીનગર13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અભણ દંપતિ તેમજ ડ્રાઇવર અને ફરિયાદીના ભાઈના વર્ણનના આધારે સ્કેચ તૈયાર કરાવ્યા

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાંથી નર્સ તરીકેની ઓળખ આપીને નવજાત બાળકનું અપહરણ કરી જનાર અજાણી મહિલાને ત્રણ દિવસ થવા આવ્યા છતાં સેકટર-7પોલીસને સફળતા હાંસલ થતી નથી. અજાણી મહિલાનું પગેરુ શોધવા માટે પોલીસે ચાર ચાર વખત તેના સ્કેચ બનાવ્યા હોવા છતાં સેકટર-7 પોલીસ દિશાહીન થઈ ગઈ છે.

બાળકનું વજન કરાવવાનું કહી મહિલા બાળકનું અપહરણ કરીને નાસી ગઈ
બાળકનું વજન કરાવવાનું કહી મહિલા બાળકનું અપહરણ કરીને નાસી ગઈ

ગાંધીનગરના અડાલજ ત્રિમંદિર ચોકડી પાસે કાચા છાપરામાં રહેતા મૂળ રાજસ્થાનના 19 વર્ષીય રાકેશ મીઠુંનાથ કાલબેલિયાની પત્ની ગાયત્રીને પ્રસુતીની પીડા ઉપડતાં ગત તારીખ 28 માર્ચના રોજ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી હતી. જ્યાં ગાયત્રીએ દીકરાને જન્મ આપ્યા બાદ 31 માર્ચના રોજ તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. તે દરમિયાન એક અજાણી મહિલા અભણ દંપતી પાસે આવીને પોતે ન હોવાની ઓળખ આપી હોસ્પિટલમાંથી બાળકની દેખરેખ માટે ઘરે આવતી હોવાનું જણાવી ખિલખિલાટ વાનમાં બેસી ગઈ હતી.

વાનના ડ્રાઈવરને અજાણી મહિલાએ દંપતીના સગા હોવાની ઓળખ આપી હતી

અજાણી મહિલા ખિલખિલાટ વાનમાં આવીને બેસતા ડ્રાઈવરે પૂછપરછ કરી હતી. ત્યારે મહિલાએ ડ્રાઈવરને પોતાની ઓળખ રાકેશ અને તેની પત્ની ગાયત્રીના સંબંધી હોવાનું કહ્યું હતું. આમ દંપતી અને ખીલખીલાટ વાનના ડ્રાઈવરને પણ અંધારામાં રાખીને અજાણી મહિલા પ્રી પ્લાનિંગ મુજબ વાનમાં બેસી ગઈ હતી. અજાણી મહિલાનાં વર્તન ઉપરથી ડ્રાઈવરને સગા હોવાની તેમજ દંપતીને નર્સ હોવાનો અહેસાસ થયો હતો.

વાનના ડ્રાઈવરને અજાણી મહિલાએ દંપતીના સગા હોવાની ઓળખ આપી
વાનના ડ્રાઈવરને અજાણી મહિલાએ દંપતીના સગા હોવાની ઓળખ આપી

પ્લાનિંગ મુજબ ઓળખ છુપાવવા માટે અજાણી મહિલાએ શરૂઆતથી જ મોઢું ઢાંકેલું રાખ્યું હતું

અજાણી મહિલાએ પોતાની ઓળખ છુપાવવા માટે શરૂઆતથી જ મોઢું ઢાંકી રાખ્યું હતું. દંપતીના ઘરે પહોંચેલી મહિલાએ માત્ર જમતી વખતે જ પોતાનો નકાબ ઉતાર્યો હતો. નર્સ હોવાને નાતે અભણ દંપતી પણ કોરોના મહામારીના કારણે મહિલાએ મોઢું ઢાંકી રાખ્યું હોવાનું માની લીધું હતું.

સીસીટીવીની રાતદિવસ ચકાસણી કરી હોવા છતાં પોલીસ દિશાહીન

બીજા દિવસે મહિલા ગાયત્રીને ટાંકા તોડવાના તેમજ પાંચ દિવસીય બાળકને ચેકઅપ કરાવવાનું કઈ રિક્ષામાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલ આવી પહોંચી હતી. બાદમાં ગાયત્રીને બેસાડીને બાળકનું વજન કરાવવાનું કહી મહિલા બાળકનું અપહરણ કરીને નાસી ગઈ હતી. ઘણીવાર થવા છતાં મહિલા પોતાના પુત્રને લઈને પરત નહી આવતા ગાયત્રીએ સમગ્ર સિવિલ હોસ્પિટલ શોધખોળ કરી હતી. આખરે પુત્ર ન મળી આવતા ગાંધીનગર સેક્ટર 7 પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેના પગલે સેકટર-7 પોલીસે સિવિલ હોસ્પિટલના સીસીટીવી ફૂટેજની ચકાસણી હાથ ધરી હતી. પરંતુ પ્લાનિંગ મુજબ અપહરણના ગુનાને અંજામ આપનાર અજાણી મહિલાએ સીસીટીવી ફુટેજમાં ન આવી જવાય તે રીતે ગુનાને અંજામ આપ્યો હતો.

ચાર ચાર વખતે સ્કેચ બનાવ્યાને દર વખતે અલગ અલગ સ્કેચ તૈયાર થયા

જેના પગલે દિશાહીન થઈ ગયેલી સેકટર-7 પોલીસે રાકેશ તેમજ તેની પત્ની ગાયત્રી અને રાકેશના ભાઈ તથા ખિલખિલાટના ડ્રાઈવરની મદદથી રાજકોટના સ્કેચ આર્ટિસ્ટ પાસે ચાર ચાર વખત અજાણી મહિલાના સ્કેચ તૈયાર કરાવ્યા હતા. પરંતુ ચારેય વખત અજાણી મહિલાના અલગ અલગ જ સ્કેચ તૈયાર થયા હતા. જેના પગલે પોલીસ પણ હવે દિશાહીન થઈ ગઈ છે.

પોલીસને સોશિયલ મીડિયાનાં શરણે જવું પડયું
પોલીસને સોશિયલ મીડિયાનાં શરણે જવું પડયું

તપાસ કરીને થાકેલી પોલીસને સોશિયલ મીડિયાનાં શરણે જવું પડયું

ગુનાની તપાસમાં જેમ જેમ સમય વીતતો જાય છે તેમ નવજાત બાળકને લઈને અજાણી મહિલા ક્યાંથી ક્યાં નીકળી ગઈ હશે. તે કેવું પોલીસ માટે કોયડો બની ગયો છે. સિવિલમાં સીસીટીવી ફુટેજ તેમજ સ્કેચ તૈયાર કરાયા હોવા છતાં કોઈ ફળદાયી હકીકત નહીં મળવાના કારણે સોશિયલ મીડિયાનો સહારો લેવાની ફરજ પડી છે. જેના પગલે સેકટર-7 પોલીસ દ્વારા પોલીસ ન્યૂઝ ગ્રુપના સોશિયલ મીડિયા ગ્રુપમાં બાળકનો ફોટો વાયરલ કરીને બાળકે પીળા કલરનું ઝભલું તેમજ મધ્યમ બાંધાની અને લંબગોળ મોઢા વાળી મહિલાએ શરીરે આછા વાદળી રંગની સાડી પહેરી હોવાની માહિતી જાહેર કરી હતી. આ અંગે સેકટર-7 પોલીસ મથકના ઇન્સ્પેક્ટર સચિન પવારે જણાવ્યું હતું કે અભણ દંપતિ તેમજ ડ્રાઇવર તેમજ ફરિયાદીના ભાઈના વર્ણનના આધારે સ્કેચ તૈયાર કરાવ્યા હતા. પરંતુ તેમાં પણ અલગ જ સ્કેચ તૈયાર થયા હતા અને દરેક સ્કેચ અલગ જ બન્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો