માંગ:આરટીઇ ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરવા NSUIની માગ

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

માત્ર દસ દિવસમાં આરટીઇના ફોર્મ ભરવાના હોવાથી વાલીઓને ભાડા કરારની કામગીરી અસમંજસ ભરેલી હોવાથી ફોર્મ નામંજુરના કિસ્સા વધી રહ્યા છે. ઉપરાંત વાલીઓને ભાડા કરારને રજિસ્ટર કરાવવા આર્થિક રીતે મોંઘુ બની રહ્યું હોવાથી ગત વર્ષની પ્રક્રિયા અમલી કરવા અને ફોર્મ ભરવાની સમય મર્યાદા વધારવાની માંગ સાથે એનએસયુઆઇએ શિક્ષણમંત્રીને આવેદનપત્ર આપ્યું છે. ઉપરાંત ભાડા કરારને રજિસ્ટ્રર કરવાના હોવાથી જે વાલીઓને આર્થિક રીતે પરવડતું નથી. ત્યારે ગરીબ બાળકો પણ ખાનગી શાળાઓમાં ભણી શકે તે માટે ગત વર્ષના જ નિયમોના આધારે આરટીઇનું ફોર્મ ભરવાની પ્રક્રિયા રાખવામાં આવે તેવી માંગ વાલીઓમાં ઉઠી રહી છે.

અન્ય સમાચારો પણ છે...