તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • Now Understand Its Importance, The Medicinal Vine Of 'Giant Sea Bean' Planted By A Person In Gandhinagar 15 Years Ago Has Spread 100 Meters Today.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શ્વાસ પણ ઊગે છે...:હવે તો એનું મહત્ત્વ સમજો, ગાંધીનગરમાં એક વ્યક્તિએ 15 વર્ષ પહેલાં વાવેલો ‘જાયન્ટ સી બીન’નો ઔષધિનો વેલો આજે 100 મીટર ફેલાયો

ગાંધીનગર12 દિવસ પહેલા
 • કૉપી લિંક
100 મીટર પથરાયેલા વેલાની તસવીર - Divya Bhaskar
100 મીટર પથરાયેલા વેલાની તસવીર

આ તસવીર પણ છે અને જવાબ પણ... કોરોનાએ આપણને ઓક્સિજનનું મૂલ્ય સમજાવ્યું છે. આજે દર ચોથી-પાંચમી વ્યક્તિ કૃત્રિમ ઓક્સિજન માટે ભટકે છે. યુદ્ધના ધોરણે પ્લાન્ટ નાખવામાં આવી રહ્યા છે. છતાં સંકટનો અંત આવતો નથી. ખરેખર તો આપણે ક્યારેય કુદરતી ઓક્સિજનનું મહત્ત્વ સમજ્યા નથી. તેથી આજે કૃત્રિમ ઓક્સિજન માટે રઝળવું પડી રહ્યું છે.

15 વર્ષ પહેલાં વાવ્યો હતો વેલો
આ તસવીર ગાંધીનગરની છે. સેક્ટર 20માં જ્યાં એક સરકારી આવાસ પાસે રોપવામાં આવેલો વેલો આજે 8 જેટલાં વૃક્ષ પર હાવી થઈ ગયો છે! સરકારી આવાસમાં રહેતા બી. કે. બારોટ 15 વર્ષ પહેલાં સાંધાનો દુખાવો મટાડવા માટે આફ્રિકન ડ્રીમ હર્બ નામનાં બી લાવ્યા હતા અને અત્યારે એ બીજમાંથી ઊગેલો વેલો આસપાસનાં વૃક્ષો પર પથરાયો છે અને 100 મીટરથી પણ વધુ ફેલાવો ધરાવે છે. તેના થડનો પણ 75 સેમીથી વધુનો ઘેરાવો છે. આ મહાવેલાનું સ્થાનિક નામ જાયન્ટ સી બીન, આફ્રિકન ડ્રીમ હર્બ છે. અંગ્રેજીમાં સ્નેફ બોક્સ અને બોટનિકલ નામ એન્ટાડા રહિદ્દી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો