તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:હવે આરોપી પૂર્વ ચેરમેને પણ સેશન્સમાં આગોતરા મૂકી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોલવડા જમીન દલાલ મોત કેસ
  • અગાઉ 3 આરોપીની કોર્ટે ફગાવી હતી

કોલવડા ગામમાં રહેતા જમીન દલાલે 6 વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા ગટગટાવી દીધી હતી. જેમા મહાપાલિકાના પૂર્વ ચેરમેનનો પણ સમાવેશ થાય છે. થોડા સમય પહેલાં 3 આરોપીઓ દ્વારા સેશન્સ કોર્ટમા આગોતરા જામીન અરજી કરવામા આવી હતી. પરંતુ તે કોર્ટે નામંજૂર કરી હતી. હવે પૂર્વ ચેરમેન દ્વારા આગોતરા મૂકવામાં આવ્યા છે.

કોલવડા ગામમા રહેતા અને જમીન દલાલીનો વ્યવસાય કરતા 48 વર્ષિય સુરેશ શકરાભાઇ દલાલે ગત 5 ઓગસ્ટના રોજ વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પી લીધી હતી. પરિવારજનોએ મહાપાલિકાના પૂર્વ ચેરમેન અને વાવોલના નાગરિક રાકેશ પટેલ સહિત કોલવડાના કરણસિંહ ભવાનીસિંહ વાઘેલા, કુડાસણ વૃંદાવન સોસાયટીમાં રહેતા રજની અંબાલાલ પટેલ, સે-26 કિસાનનગરમાં રહેતા ભરત નારણભાઈ પટેલ (મૂળ રહે. રાંધેજા), કિસાનનગરમાં રહેતા દિનેશ મંગળદાસ પટેલ, સે-3ના પાર્થ ચુડાસ્મા સામે પેથાપુર પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.

તમામ આરોપીઓ પોલીસના ડરથી ભૂગર્ભમા ઉતરી ગયા છે. અગાઉ 3 આરોપીઓની આગોતરા જામીન અરજી નામંજૂર થઇ હતી, હવે પૂર્વ ચેરમેન રાકેશ પટેલ દ્વારા આગોતરા મૂકવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...