• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Now That Hardik Patel Is On The Radar Of The Congress High Command, A Big Responsibility Can Be Assigned; An Important Position In Gujarat Or A Place In The Central Committee Can Be Found

એંધાણ:હવે હાર્દિક પટેલ કોંગ્રેસ હાઇકમાન્ડના રડારમાં, મોટી જવાબદારી સોંપાઈ શકે; ગુજરાતમાં મહત્ત્વનો હોદ્દો અથવા કેન્દ્રીય કમિટીમાં સ્થાન મળી શકે

ગાંધીનગર4 મહિનો પહેલા
હાર્દિક પટેલ - ફાઇલ તસવીર.
  • હાર્દિકની દિલ્હીની મુલાકાત પછી કવાયત તેજ થઈ

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ તથા વિરોધ પક્ષના નેતાની પસંદગીને લઈને ચાલી રહેલી ગડમથલ દરમિયાન કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ થોડા દિવસ પહેલાં દિલ્હી મુલાકાત કરી આવ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, હાર્દિક રાહુલ અને પ્રિયંકા ગાંધી એમ બન્નેનાં દિલની ખૂબ નજીક છે, તેથી તેને મોટી જવાબદારી મળી શકે છે. હાર્દિકને ગુજરાતમાં મહત્ત્વનો હોદ્દો અથવા કેન્દ્રીય કમિટીમાં મોટું સ્થાન મળી શકે છે.

ભરતસિંહ દિલ્હીમાં ગાંધી પરિવારને ન મળી શક્યા
ભરતસિંહ સોલંકીએ ગુજરાત પ્રદેશ પ્રમુખ બનવા માટે જોર લગાવ્યું છે અને એટલે જ તેઓ આ સપ્તાહની શરૂઆતમાં દિલ્હી ગયા હતા, પરંતુ જાણવા મળ્યા મુજબ તેઓ ગાંધી પરિવારમાંથી કોઇને મળી શક્યા ન હતા.

ગુજરાત કોંગ્રેસમાં નવા ચહેરાઓની નિમણૂક થઈ શકે
ઘણા લાંબા સમયથી ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ, વિધાનસભા વિપક્ષના નેતા અને ગુજરાત કોંગ્રેસ પ્રભારીને લઈને કોંગ્રેસ હાઇકમાન્ડમાં જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. વર્તમાન પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામો બાદ રાજીનામાં આપી દીધાં હતાં, પરંતુ હજુ સુધી નવા પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી નથી. બીજી તરફ, ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવના નિધન બાદ ગુજરાતમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. ત્યારે હવે ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત કરવા માટે નવા ચહેરાઓ મૂકવામાં આવે તેવી પણ ચર્ચા ચાલી રહી છે.

અર્જુન મોઢવાડિયા 2017ની વિધાનસભા ચૂંટણી હારી ચૂક્યા
આ અંગે સૂત્રો પાસેથી મળેલી માહિતી ટૂંક સમયમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવા પ્રમુખના નામની જાહેરાત થવાની છે, જેમાં અર્જુન મોઢવાડિયાનું નામ મોખરે ચાલી રહ્યું છે. અર્જુન મોઢવાડિયા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સિનિયર આગેવાન છે અને અગાઉ તેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અને ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ 2004થી 2007 સુધી ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પણ રહી ચૂક્યા છે.

પ્રદેશ પ્રમુખ બાદ વિપક્ષના નેતાના નામની જાહેરાત થશે
ગુજરાત પ્રદેશ પ્રમુખની સાથે સાથે વિધાનસભાના વિરોધ પક્ષના નેતાપદ માટે પણ દાવેદારો લોબિંગ કરી રહ્યા છે. આવતીકાલે પ્રમુખના નામની જાહેરાત બાદ વિપક્ષ નેતાના નામની જાહેરાત કરવામાં આવશે. જોકે વિપક્ષ નેતાની માટે હરીફોની સંખ્યા વધુ હોવાથી પહેલા માત્ર પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...