તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજ્યમાં ફરીએકવાર કોરોનાની સ્થિતિ ખુબ જ ગંભીર બની રહી છે. દરરોજ 2000થી વધુ કેસ તેમજ 20થી વધુ લોકોના મોત નિપજ્યાં છે. હાલમાં અમદાવાદ સિવિલ સહિત મોટાભાગની ખાનગી કોવિડ હોસ્પિટલો હાઉસફૂલ થઈ રહી છે. ત્યારે હવે સરકારે ખાનગી કોવિડ હોસ્પિટલની 50 ટકા પથારીઓ પોતાના હસ્તક લેવાનો નિર્ણય કર્યો છે. જેની જાહેરાત આજે નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે કરી છે.
ગત વર્ષે રાજ્યમાં કોરોના સંક્રમણ ખુબ જ વધ્યું હતું ત્યારે રાજ્યના નાગરિક સારવારથી વંચિત ન રહે તે હેતુથી ખાનગી હોસ્પિટલોમાંની 50 ટકા પથારીઓ રાજ્ય સરકારે પોતાની હસ્તક લીધી હતી. જ્યારે રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટ્યું ત્યારે સરકારી હોસ્પિટલમાં 80 ટકાથી વધુ પથારીઓ ખાલી થઈ હતી. પરંતુ હવે કોરોના સંક્રમણ ફરી એકવાર વધી રહ્યું છે ત્યારે નાગરિકોને યોગ્ય સારવાર મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર જરૂરિયાત મુજબ ખાનગી હોસ્પિટલોમાંની 50 ટકા પથારીઓ પોતાના હસ્તક લેશે એવું નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું.
પહેલીવાર કેસનો આંકડો 3 હજારને પાર
ગુજરાતમાં કોરોના હવે હાહાકાર મચાવી રહ્યો છે. નવા કેસોમાં રોજે રોજ નવા રેકોર્ડબ્રેક કરી રહ્યા છે. ત્યારે ગઈકાલે રાજ્યમાં પહેલીવાર કોરોનાના કેસનો આંકડો 3 હજારને પાર થયો છે અને ઓલટાઈમ હાઈ કેસ નોધાયા છે. છેલ્લા 24 કલાકમાં 3160 નવા કેસ નોંધાયા છે અને 2018 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે રાજ્યનો મૃત્યુઆંક 4581એ પહોંચ્યો છે. જ્યારે રિક્વરી રેટ 93.52 ટકા થયો છે. આ સાથે જ કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 16 હજારને પાર થઈ ગયો છે. ગઈકાલે સુરતમાં 7, અમદાવાદમાં 6, ભાવનગર અને વડોદરામાં 1-1 મળી કુલ 15 દર્દીના મોત થયાં છે. આ પહેલા 8 ડિસેમ્બરે 15 દર્દીના મોત થયા હતા. આમ લગભગ 4 મહિને ફરી 15 દર્દીના મોત થયા છે.
16252 એક્ટિવ કેસ અને 167 વેન્ટિલેટર પર
રાજ્યમાં છેલ્લા 44 દિવસથી નવા દર્દીની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી નોંધાઇ રહી છે. અગાઉ 20 ફેબ્રુઆરીએ નવા દર્દી કરતા સાજા થનારની સંખ્યા વધારે હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં 3 લાખ 21 હજાર 598ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 4,581 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 3 લાખ 765 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 16252 એક્ટિવ કેસ છે, જેમાંથી 167 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 16,085 દર્દીની હાલત સ્થિર છે.
3 લાખ 280ને રસી આપવામાં આવી
ગઈકાલે રાજ્યમાં 3 લાખ 280ને રસી આપવામાં આવી છે. અત્યાર સુધી 67 લાખ 62 હજાર 638 લોકોને પ્રથમ ડોઝ અને 8 લાખ 10 હજાર 126 લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. કુલ મળીને 72 લાખ 72 હજાર 764નું વેક્સિનેશન પૂર્ણ થયું છે. આજે રાજ્યમાં 60 વર્ષથી વધુ તેમજ 45થી 60 વર્ષની વયના કુલ 2 લાખ 73 હજાર 41 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 257 હજાર 343ને બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એકેય વ્યક્તિને આ રસીના કારણે કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી.
પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.