તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના મહામારીમાં જાહેર સ્વાસ્થ્યની જાળવણીના શુભ હેતુથી લાંબા સમય સુધી બંધ રહેલ અક્ષરધામના પ્રેરક પ્રદર્શનો આગામી શનિવાર 6 ફેબ્રુઆરીથી શરૂ થશે. સારવાર અને રસીકરણને કારણે મહામારીનું જોર ઘટી રહ્યું છે ત્યારે ભગવાનના દર્શન અને સંદેશનું પાન કરવાથી ભાવિક ભક્તોના આત્મવિશ્વાસ અને મનોબળમાં વૃદ્ધિ થશે એવી શુભ ભાવનાથી જગવિખ્યાત અક્ષરધામ મંદિરના તમામ વિભાગો પૂર્વવત શરૂ થઈ રહ્યા છે. સાથે જ અહીં 11 મહિના બાદ વિશ્વવિખ્યાત લાર્જ ફોર્મેટ ફિલ્મ ‘મિસ્ટિક ઈન્ડિયા’ હવેથી દરરોજ જોવા મળશે.
1લી ડિસેમ્બરથી ભગવાનના દર્શન અને વોટર શો શરૂ કરાયો હતો
અત્રે ઉલ્લેખનીય છે કે, મહામારીના વિકટ સંજોગોમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા અને સ્વામિનારાયણ અક્ષરધામે અનેક સેવા પ્રવૃત્તિઓ દ્વારા સમાજના તમામ વર્ગોને રાહત પંહોચાડી હતી. જાહેર સ્વાસ્થ્યની જાળવણી માટેના સરકારના આદેશો અને માર્ગદર્શિકાઓનું સચોટ પાલન કરવા સાથે તારીખ 1લી ડિસેમ્બરથી ભગવાનના દર્શન અને સચ્ચિદાનંદ વોટર શો સહિત અક્ષરધામ મંદિરના કેટલાક મર્યાદિત વિભાગો શરૂ કરવામાં આવ્યા હતા. એ વખતે અક્ષરધામ મંદિરના આયોજકોએ યાત્રાળુઓના સ્વાસ્થ્યની જાળવણી માટે તકેદારીના તમામ પગલાઓ લઈ એક દાખલો બેસાડ્યો હતો. અક્ષરધામ મંદિરના દર્શન માટેના આવા સુંદર આયોજન અને વ્યવસ્થાને નિહાળી યાત્રાળુઓ પણ સંપૂર્ણ સલામતી અને રાહત અનુભવતા હતા.
અક્ષરધામના તમામ વિભાગો સવારે 11થી રાતના સાડા સાત સુધી ખુલ્લા રહેશે
છેલ્લા બે મહિનાના આવા સફળતાપૂર્વક્ના અનુભવ બાદ અક્ષરધામ મંદિરના આયોજકોએ લીધેલા નિર્ણય અનુસાર આગામી શનિવારે 6 ફેબ્રુઆરીથી સ્વામિનારાયણ અક્ષરધામના તમામ વિભાગો સવારના 11:00 કલાકથી સાંજના 7:30 કલાક સુધી ખુલ્લા રહેશે. વર્ષોથી દેશવિદેશના દર્શનાર્થીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની ગયેલ ‘સચ્ચિદાનંદ’ વોટર શો દરરોજ સાંજે 6:45 કલાકે યોજાશે. આ ઉપરાંત તમામ પ્રદર્શન ખંડો, રોગપ્રતિકારક શક્તિવર્ધક ઔષધીઓ અને પ્રેરક પુસ્તકો મેળવવા માટેના બુક સ્ટૉલ, બાળકો-યુવાનો માટે રાઇડ્સ, સાત્વિક અને સ્વાદિષ્ટ ભોજન ઉપલબ્ધ કરાવતું પ્રેમવતી ઉપહાર ગૃહ પણ યાત્રિકોને આવકારવા સજ્જ થઈ ગયા છે. મહામારીના તણાવથી ત્રસ્ત અને હતાશ માનવી માટે અક્ષરધામનો સંપૂર્ણ આધ્યાત્મિક અનુભવ જરૂર સંજીવની સમો પૂરવાર થશે એવું શ્રદ્ધાળુઓનું માનવું છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.