તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:હવે ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં નવી ITI શરુ થશે, એરોસ્પેસ, એવીએશન, બે‍ન્કીંગ, હેલ્થકેરના કોર્સ ભણાવાશે

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગિફ્ટ સિટી ફાઈલ ફોટો - Divya Bhaskar
ગિફ્ટ સિટી ફાઈલ ફોટો
  • શ્રમ અને રોજગાર મંત્રીનો દાવો, ગુજરાતનો બેરોજગારી દર અન્ય રાજ્યો કરતાં ઓછો છે

ગિફ્ટ સીટી હાલમાં ભારતનું પ્રથમ ઈ‍ન્ટરનેશનલ ફાયના‍ન્શીયલ સર્વિસિસ સે‍ન્ટર બનવા જઈ રહ્યું છે. ગિફ્ટ સીટી ખાતે એરોસ્પેસ એવીએશન, બે‍ન્કીંગ ફાયના‍ન્સ, સર્વિસ-ઈ‍ન્શ્યોર‍ન્સ, ઈલેક્ટ્રોનિક્સ, ઓફિસ એડમીનીસ્ટ્રેશન, ફેસીલીટી મેનેજમે‍‍ન્ટ, હેલ્થકેર તથા આઈ.ટી. વગરે સેક્ટરના સી.ટી.એસ. અંતર્ગત લાંબાગાળાના નોન એ‍ન્જીનીયરીંગ વ્યવસાયો તથા ટુંકા ગાળાના સર્વિસ સેક્ટરના વ્યવસાયો શરૂ કરવાના આયોજન સાથે નવી આઈ.ટી.આઈ. શરૂ કરવા માટે જમીન માટે થનાર ખર્ચ માટે રૂા.100 લાખની બજેટ જોગવાઈ નાણાકીય વર્ષ-2021-22માં નવી બાબત તરીકે કરવામાં આવી છે.

પાંચ વર્ષમાં 17 લાખ ઉમેદવારોને રોજગારી મળી
છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યની રોજગાર કચેરીઓ દ્વારા કુલ 17 લાખ પાંચ હજાર ઉમેદવારોને રોજગારી પૂરી પાડવામાં આવી છે. જે પૈકી 5394 રોજગાર ભરતીમેળાના આયોજન થકી 10 લાખ 45 હજાર 924 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. ગુજરાતના નવયુવાનો વધુપ્રમાણમાં લશ્કરમાં ભરતી થાય અને ફરજની સાથે સાથે રોજગારી પણ મેળવી શકે તે માટે આ વિભાગ મારફત 30 દિવસની નિવાસી તાલીમ આપવામાં આવે છે. તેમજ 100 રૂપિયાનું સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવે છે.

રોજગારી પૂરી પાડવામાં ગુજરાત પ્રથમ ક્રમાંકે
રોજગાર કચેરીઓ મારફતે 2017ના વર્ષ માટે સમગ્ર દેશમાં રોજગાર કચેરીઓ દ્વારા રોજગારી પૂરી પાડવામાં ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમાંકે છે. મીનીસ્ટ્રી ઓફ સ્ટેટીસ્ટીક એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લીમેન્ટેશન, ભારત સરકાર દ્વારા જુન-2020 માં બહાર પાડવામાં આવેલ પીરીયોડિક લેબર ફોર્સ સર્વેના વાર્ષિક રિપોર્ટ અનુસાર 15થી 29 વર્ષની વયમર્યાદામાં થયેલ સર્વે અનુસાર દેશના તમામ રાજ્યો કરતા ગુજરાતનો બેરોજગારીનો દર સૌથી નીચો 8.4 છે. જે સમગ્ર દેશના રાજયોમાં સૌથી નીચો દર છે.

કોરોના કાળમાં રોજગારી વિકટ સમસ્યા બની
ઓનલાઈન ભરતી મેળા રાજ્યની રોજગાર કચેરીઓ દ્વારા રોજગારી મેળવનાર ઉમેદવારોને વિવિધ રોજગારીની તકો પુરી પાડવા માટે સમયાંતરે રોજગાર ભરતીમેળાઓનુ આયોજન કરવામાં આવે છે. વર્તમાન સમયમાં નોવેલ કોરોના વાઇરસના સંક્રમણના કારણે રોજગારી મેળવનાર યુવાનો માટે રોજગારી ક્યા માધ્યમથી મેળવવી તે વિકટ સમસ્યા બની હતી. જેના કારણે રાજ્ય સરકારે ઓનલાઇન 1947 ભરતી મેળાઓ યોજી 76 હજાર 326 ઉમેદવારોને રોજગારી આપવામાં સફળતા મેળવી છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો