જિલ્લા વિકાસ અધિકારી લાલઘૂમ:ગામડાંઓમાં માત્ર 12 ટકા મહેસૂલી વસૂલાતથી તલાટીઓને નોટિસ

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વર્ષે-2020-21અને વર્ષે-2021-22મા માત્ર રૂપિયા 1.43 કરોડની વસૂલાત

જિલ્લાના ગામોમાં મહેસુલી, શિક્ષણ ઉપકરણ, લોકલ ફંડ સહિતની વેરાની વસુલાત વર્ષ 2020-21 અને વર્ષ 2021-22મા માત્ર રૂપિયા 1.43 કરોડની જ થવા પામી છે. આથી માત્ર 10થી 12 ટકા વેરાની વસૂલાતથી ડીડીઓએ તાલુકા વિકાસ અધિકારીઓને નોટિસ ફટકારીને વેરાની વસુલાત વધારવા આદેશ કર્યો છે.

જિલ્લાના ગામ વિસ્તારમાં વસૂલવામાં આવતા મહેસુલ, શિક્ષણ ઉપકરણ અને લોકલ ફંડ સહિતના‌ ત્રણેય વેરાની વસુલાત વર્ષ-2019-20મા રૂપિયા 5.12 કરોડની રહેતી હતી. જેની સરખામણીએ હોર્સ 2020-21 અને વર્ષ 2021-22 ગમન દરમિયાન વેરાની વસુલાત માત્ર રૂપિયા 1.43 કરોડો થવા પામી છે હાથી ચાલુ વર્ષે સમગ્ર જિલ્લામાંથી વીરા ની કુલ વસુલાત ૧૦થી ૧૨ ટકા જ થઈ હોવાથી જિલ્લા વિકાસ અધિકારી લાલઘૂમ થયા છે.

ઉપરાંત વેરા વસૂલાત માટે સઘન કામગીરી કરી વેરાની વસૂલાત વધારવાના આદેશ સાથે ડીડીઓએ તાલુકા વિકાસ અધિકારીઓને નોટિસ ફટકારી છે. વેરા વસૂલાતના મામલે તાલુકા વિકાસ અધિકારી દ્વારા તલાટીઓની નોટિસ ફટકારી વેરાની કડક વસૂલાત કરવા ટીડીઓએ તલાટીઓને આદેશ કર્યો છે. ઉપરાંત જે ગામોમાં વેરાની વસુલાત 30% ઓછી થઈ હોય તેવા ગામોના તલાટીઓને વેરાની વસુલાત 50% ટકાથી વધુ કરવા નોટિસ ફટકારી હોવાનું મહેસુલ વિભાગના માહિતગાર સૂત્રો જણાવ્યું છે.

વધુ વેરો બાકી હોય તેવા મિલકત ધારકોને ટીડીઓની નોટિસ
જે જિલ્લાના ચારે તાલુકાના વિકાસ અધિકારીઓ દ્વારા જે ગામોના વધુ વેરો ભરવાનું બાકી હોય તેવા મિલકત ધારકોની યાદી તૈયાર કરવામાં આવી છે. ઉપરાંત આવા મિલકત ધારકોને તાલુકા વિકાસ અધિકારી દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે.

ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સદસ્યોની મદદ લેવા સૂચના
ગ્રામ્ય વિસ્તારોમાંથી વીરાની વેરાની સઘન વસૂલાત માટે તલાટીઓને નોટિસ ફટકારવામાં આવી છે. ઉપરાંત વેરાની વસૂલાતમાં ગામના સરપંચ તેમજ ગ્રામ પંચાયતના ચુંટાયેલા સદસ્યોની મદદ લેવા તેમજ વેરો ન ભરતા મિલકત ધારકો સામે કડક કાર્યવાહી કરવાની પણ સુચના આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...