કાર્યવાહી:ગાંધીનગર કોર્પોરેશનના ફાયર NOC વિનાની 3 સોસાયટીનું વીજજોડાણ કાપી નાખવા નોટિસ

ગાંધીનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નોટિસો છતાં ફાયર એનઓસી લેવાઈ ન હતી

ગાંધીનગર કોર્પોરેશનના ફાયર વિભાગ એનઓસી નહી ધરાવતી ત્રણ જેટલી સોસાયટીના લાઈટ કનેક્શન કાપવાની નોટિસ ફટકારી છે. પીડીપીયુ રોડ પર શ્યામ સુકન, કોબા પાસે શુભ પાયોનિયર તથા કુડાસણસમાં શ્રીફળ હાઈટ્સ સોસાયટીઓને ફાયર વિભાગ દ્વારા વારંવારની નોટિસો છતાં ફાયર એનઓસી લેવામાં આવી ન હતી.

જેને પગલે ફાયર વિભાગ દ્વારા ત્રણેય સોસાયટીઓને નિયમ મુજબ લાઈટ કનેક્શન કાપવાની કાર્યવાહી કરવાની નોટિસ આપવામાં આવી છે. ત્યારે મળેલી માહિતી મુજબ શ્રીફળ હાઈટ્સ દ્વારા પ્રક્રિયા શરૂ કરી દેવાઈ હોવાની માહિતી મળી છે. જેને પગલે આગામી સમયે શ્યામ સુકન અને શુભ પાયોનિયર સોસાયટીઓના લાઈટ કનેક્શન આપવાની દિશામાં તંત્ર આગળ વધે તેવી શક્યતાઓ છે.

કોર્પોરેશનના ફાયર વિભાગ દ્વારા ફાયર એનઓસી વગરની સોસાયટીઓના લાઈટ કનેક્શન આપી દેવા પત્ર લખશે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ફાયર સેફ્ટી અને બીયુ પરમિશન મુદ્દે હાઈકોર્ટમાં ચાલતી સુનાવણીઓમાં કોર્ટ દ્વારા કડક કાર્યવાહીના જ આદેશ અપાય છે. ત્યારે હાઈકોર્ટમાં ફાયર સેફ્ટી અંગે જૂનમાં વધુ સુનાવણી હાથ ધરાશે. ફાયરસેફ્ટીના મુદ્દે અત્યાર સુધીમાં 36 સુનાવણી થઈ છે.

અન્ય સમાચારો પણ છે...