રાજ્યમાં આગામી સમયમાં હીટવેવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સ્તરે આગોતરા આયોજન કરવા માટે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે રાહત કમિશનરના અધ્યક્ષસ્થાને રાજ્યના વિવિધ વિભાગો તેમજ વિવિધ જિલ્લા વહીવટીતંત્ર સાથે વીડિયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર પ્રવિણા ડી. કે. નિવાસી કલેક્ટર ભરત જોષી, જિલ્લા વિકાસ અધિકારી તથા અન્ય કર્મચારીઓને પણ બેઠકમાં હાજરી આપી હતી.
બેઠકમાં હીટવેવને લઈને પગલાં માટે સૂચનાઓ આપવામાં આવી છે. જેમાં વિવિધ આરોગ્ય કેન્દ્રોમાં જરૂરી દવાઓ, સાધનો, ડીપ ફ્રીઝર, બરફના પેકેટ્સ સહિતની વ્યવસ્થાઓ કરવા, પીવા માટે તેમજ ખેતી માટે પૂરતું પાણી મળી રહે તેનું આયોજન, ગરમીને ધ્યાને રાખીને શાળાઓના સમયમાં ફેરફાર કરવા, પશુઓ માટે પૂરતા ઘાસચારાની વ્યવસ્થા રાખવા સુચનાઓ અપાઈ છે. વિવિધ સરકારી કચેરીમાં આવતા અરજદારો માટે પીવાના પાણીની તેમજ ખુલ્લામાં ન ઊભા રહેવું પડે તેવી વ્યવસ્થા કરવા સહિતની સૂચનાઓ આપી હતી. બેઠકમાં જિલ્લામાં અત્યાર સુધીમાં કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા પણ કરાઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.