ગાંધીનગ જિલ્લાની વિધાનસભાની પાંચ બેઠકો 5 ડિસેમ્બરે મતદાન થશે ત્યારે પાંચ બેઠકો પર 13,25,604 મતદારો પોતાના મતાધિકારીનો ઉપયોગ કરશે. જિલ્લામાં શહેરી વિસ્તારમાં એક અને ગ્રામ્ય વિસ્તારોમાં ચાર મતદાન મથકો છે.
જેમાં કુલ 1350 મતદાન મથકો પર મતદાન યોજાશે. જેમાં શહેરી વિસ્તારમાં 421 અને ગ્રામ્ય વિસ્તારમાં 929 મતદાન મથકો ઉભા કરવામાં આવશે. જેમાં 6 હજાર જેટલો પોલિંગ સ્ટાફ કામગીરી જોતરાશે. ત્યારે ચૂંટણી સંદર્ભે કામગીરી સોંપાયા બાદ આ સંદર્ભની તાલિમમાં એક યા બીજા કારણે હાજર ન થયેલા 200 જેટલા કર્મચારીઓને ચૂંટણી તંત્ર દ્વારા નોટિસ અપાઈ છે.
જેમાં આ કર્મચારીઓને હાજર ન રહેવા સંદર્ભે કારણ દર્શાવીને કામગીરી જોતરાઈ જવા પણ સુચના આપવામાં આવી છે. બીજી તરફ કેટલાક કર્મચારીઓએ વિવિધ કારણોથી ચૂંટણી કામગીરીમાં મુક્તી આપવા માટે રજૂઆતો કરી છે.
જેમાં સામાજિકથી લઈને આરોગ્યના મુદ્દે કર્મચારીઓ દ્વારા ચૂંટણી કામગીરીમાં નહીં આવી શકે તેવા કારણો દર્શાવ્યા છે. જોકે વધુમાં વધુ કર્મચારીઓ ચૂંટણીની કામગીરીથી દૂર ભાગે તો કામગીરી જ શક્ય ન બને તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પણ બધી ચકાસણી બાદ કોઈ કર્મચારીને જવા દેવાના મૂડમાં છે. ચૂંટણીપંચે લાલ આંખ કરતાં કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે. 1350 મતદાન મથકો પર મતદાન થવાનું જેમાં અડધાથી વધુનું વેબકાસ્ટિંગ થવાનું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.