બગદાણા બાપાસીતારામ મંદિર મામલે વિવાદ:ભાવનગર મનપાએ મંદિરને બદલે બજરંગદાસ બાપાને પ્રોપર્ટી ટેક્સની નોટિસ; 3030 રૂપિયા ભરવા કહ્યું

ગાંધીનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
બજરંગદાસ બાપાની મઢુલી, ભાવનગર - ફાઇલ તસવીર - Divya Bhaskar
બજરંગદાસ બાપાની મઢુલી, ભાવનગર - ફાઇલ તસવીર
  • મઢુલીના માલિક તરીકે નામ મુકાતા વિવાદ

ભાજપ શાસિત ભાવનગરની મહાનગરપાલિકાએ આનંદનગર વિસ્તારના બજરંગદાસ બાપાના મંદિર મઢુલીને રૂ. 3030નો પ્રોપર્ટી ટેક્સ ભરવાની નોટિસ ફટકારતા વિવાદ ઉભો થયો છે. આમ આદમી પાર્ટીએ આ વિવાદમાં ઝૂકાવતા એ‌વો આક્ષેપ કર્યો છે કે, હિન્દુત્વના ઠેકેદારો બનેલા ભાજપના લોકોએ બજરંગદાસ બાપાના મંદિરને ટેક્સ ભરવાની નોટિસ ફટકારી છે.

આમ આદમી પાર્ટીના નેતા ઇશુદાન ગઢવીએ કહ્યું હતું કે,ભાજપ શાસિત ભાવનગર મહાનગરપાલિકાએ બજરંગદાસ બાપાના મંદિરને તેનો વેરો ભરવા નોટિસ મોકલી છે અને મઢુલીના માલિક તરીકે બજરંગદાસ બાપાનું નામ લખ્યું છે.

તેમણે એવો પણ આક્ષેપ કર્યો છે કે, ભાજપ ચૂંટણી ભંડોળ એકત્ર કરતી પાર્ટી બની ગઇ છે. મંદિરને ટેક્સની નોટિસ મોકલી અને ખાનગી શાળાનો 50 ટકા ટેક્સ માફ કરતા લોકોના ધાર્મિક લાગણી દુભાઇ હોવાનો આક્ષેપ પણ આપે કર્યો છે. ગઢવીએ કહ્યું હતું કે, ભાજપ હિંદુ વિરોધી પાર્ટી છે. જે જે મંદિરના ટેક્સ સરકાર ભરી શકતી ન હોય તે આપ પાર્ટીએ ભરવાની તૈયારી દર્શાવી છે.

અન્ય સમાચારો પણ છે...