જામીન અરજી:લેન્ડ ગ્રેબ્રિંગની ફરિયાદ થતાં નોટરી, વકીલની જામીન અરજી

ગાંધીનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદ થઈ હતી

સરગાસણમા આવેલી કરોડો રૂપિયાની જમીનમા ખેડૂતને લોન અપાવવાનુ કહીને બાનાખત કરાવી લીધો હતો. જેમા નોટરીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. ઇન્ફોસિટી પોલીસ મથકમા ફરિયાદ નોંધાયા બાદ ગાંધીનગર બાર એસોસિએશનના ઉપપ્રમુખ કમ નોટરી અને અન્ય વકીલ દ્વારા ગાંધીનગર સેસન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરાઈ છે. અભરાજજી ભલાજી ઠાકોર (રહે, સરગાસણ)ની વડીલોપાર્જિત જમીન છે. ગાંધીનગર શહેર અને આસપાસમા આવેલી જમીનોના ભાવ રોકેટગતિએ આગળ વધી રહ્યા છે. ત્યારે અનેક લોકો જમીન ખરીદવા પ્રયાસ કરતા હોય છે.

ત્યારે ખેડૂતની સરગાસણની સીમમા આવેલી જમીનમા 9 લોકોએ છેતરપિંડી કરી લોન આપવાનુ કહીને બાનાખત ઉપર સહિ અને અંગુઠા કરાવી લીધા હતા. પરંતુ સમયે લોન મળી ન હતી. આ કેસમાં ગાંધીનગર બાર એસો.મા ઉપપ્રમુખ તરીકે હોદ્દો સંભાળતા અને નોટરી ચિંતન ત્રિવેદી તથા વકીલ ડાહ્યાભાઇ જી.રાવળ સામે ગુનો નોંધાયો છે. ત્યારે બંને નોટરી અને વકીલ દ્વારા ગાંધીનગર સેસન્સ કોર્ટમા આગોતરા જામીન અરજી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...