કામગીરીનો બહિષ્કાર કરવાની તૈયારી:જૂની પેન્શન યોજના નહીં તો ઓનલાઇન કામગીરી પણ નહીં, સરકારી કર્મચારીઓમાં જૂની પેન્શનને લઈ રોષ ફેલાયો

ગાંધીનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હવે અક્રમક મૂડમાં આવ્યો હોય તેમ લાગી રહ્યું છે
  • નિવૃત્ત જીવનમાં કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના જીવાદોરી સમાન, સોશિયલ મીડિયામાં કર્મચારીઓની કામગીરીના બહિષ્કારનું પગલું ભરવા માંગ ઊઠી

સરકારી કર્મચારીઓમાં જૂની પેન્શનને લઈ રોશ હવે અક્રમક મૂડમાં આવ્યો હોય તેમ લાગી રહ્યું છે. સોશિયલ મીડિયામાં કર્મચારીઓ તમામ પ્રકારની ઓનલાઈન કામગીરીના બહિષ્કારનું પગલું ભરવા માંગ ઉઠી છે. જૂની પેન્શન યોજના નિવૃત્તિના સમયમાં કર્મચારીઓ માટે જીવાદોરી સમાન બની રહેશે. રાજ્ય સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ માટે જુની પેન્શન યોજના રદ કરીને નવી પેન્શન યોજના લાગુ કરી છે.

જોકે જૂની પેન્શન યોજનામાં કર્મચારીઓના બેઝિક પગારની 50% રકમ દર મહિને પેન્શન પેટે મળતી હતી. આથી જૂની પેન્શન યોજના અંતર્ગત સરકારી કર્મચારીઓને નિવૃત્તિ બાદ દર મહિને પેન્શન પેટે રૂ.15,000થી લઈને 25,000 જેટલું પેન્શન કેડર મુજબ મળતું હતું. જ્યારે નવી પેન્શન યોજનામાં કર્મચારીની બચતની રકમમાંથી મળવાપાત્ર વ્યાજની રકમ પેટે દર મહિને પેન્શન મળે છે.

આથી નવી પેન્શન યોજના અંતર્ગત કર્મચારીઓને દર મહિને 1500 થી 5500 જેટલું પેન્શન મળવા પાત્ર થતું હોવાનું ખુદ કર્મચારીઓએ જણાવ્યું છે. જોકે આગામી વિધાનસભાની ચૂંટણીને લઇ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવાના વચનોની લાણી કરી રહી છે. ઉપરાંત દેશના અનેક રાજ્યોમાં જૂની પેન્શન યોજના લાગુ કરી દેવામાં આવી છે. ત્યારે વિકાસશીલ ગુજરાત રાજ્યના કર્મચારીઓને જુની પેન્શન યોજના માટે વલખા મારવાની સ્થિતિ બની રહી છે.

જોકે રાજ્ય સરકારના તમામ વિભાગના કર્મચારીઓમાં જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે વિરોધ કાર્યક્રમો શરૂ કરવામાં આવી રહ્યા છે. તેમ છતાં રાજ્ય સરકાર સહિત પણ મચક આપતી નથી. ત્યારે હવે રાજ્ય સરકારને ઝુકાવવા માટે તમામ પ્રકારની ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરવાની ચર્ચા સોશિયલ મીડિયામાં જોવા મળી રહી છે.

કયા વિભાગમાં ઓનલાઇન કામગીરી થાય છે
રાજ્યના આરોગ્ય વિભાગ, તલાટીઓની, શિક્ષણ વિભાગમાં, પંચાયત વિભાગમાં, રોજગાર કચેરીમાં, મહેસૂલ વિભાગ, ખેતીવાડી વિભાગ, આઈસીડીએસ સહિતના સરકારી વિભાગોમાં કર્મચારીઓ દ્વારા ઓનલાઇન એન્ટ્રીની કામગીરી કરવામાં આવે છે.

સરકારની વેબસાઈટ પર અપડેટ માહિતી મળશે નહીં
રાજ્ય સરકારની વિવિધ કચેરીઓની કામગીરીને સરકારની વેબસાઈટ ઉપર અપડેટ કરવામાં આવે છે. જો સરકારી કર્મચારીઓ ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરે તો રાજ્યની અપડેટ માહિતી કેન્દ્ર સરકારને નહીં મળવાથી તેનું ચિત્ર ખોટું ઉપસવાની શક્યતા રહેલી હોવાની ચર્ચાઓ કર્મચારીઓમાં જોવા મળી રહી છે.

કેવા પ્રકારની ઓનલાઈન કામગીરી થાય છે
આરોગ્ય વિભાગમાં વિવિધ આરોગ્ય સેવાની કામગીરીના ડેટા ઓનલાઇન એન્ટ્રી કરવામાં આવે છે. તે જ રીતે ગ્રામ પંચાયતોમાં જન્મ મરણ, વિધવા સહાય, સાત 12 આઠ અ ના ઉતારાના દાખલા, પેન્શન યોજના સહિતની ઓનલાઈન કામગીરી કરવામાં આવે છે. શિક્ષણ વિભાગમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની હાજરી સહિતની કામગીરી થાય છે. જે હવે અટકી જશે તેમ લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...