તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સર્વિસ રિવોલ્વરથી આપઘાત:સુરતના PSI અમિતા જોશી જ નહીં ગુજરાતમાં અન્ય પોલીસકર્મીઓએ સર્વિસ રિવોલ્વરથી આપઘાત કરી જીવન ટૂંકાવ્યા છે

5 મહિનો પહેલા
 • કૉપી લિંક
સુરતના ઉઘનામાં મહિલા PSI અમિતા જોશીએ સર્વિસ રિવોલ્વરથી આપઘાત કર્યો હતો - Divya Bhaskar
સુરતના ઉઘનામાં મહિલા PSI અમિતા જોશીએ સર્વિસ રિવોલ્વરથી આપઘાત કર્યો હતો
 • રાજ્યમાં આર્થિક સંકડામણ, પારિવારિક કારણો તેમજ અન્ય કારણોસર સર્વિસ રિવોલ્વરથી આપઘાતના બનાવ બની ચૂક્યા છે

ગુજરાતમાં પોલીસ અધિકારીઓએ પોતાની સર્વિસ રિવોલ્વરથી આત્મહત્યા કર્યાની ઘટનાઓ બની ચૂકી છે. ત્યારે આપઘાત કરવાનો સીલસીલો રોકાવાનું નામ નથી લઈ રહ્યો. ત્યારે સર્વિસ રિવોલ્વરથી આપઘાતનો ગુજરાતમાં વધુ એક બનાવ સામે આવ્યો છે. સુરતમાં મહિલા PSIએ અમિતા જોશીનો સર્વિસ રિવોલ્વરથી ગોળી મારીને જીવન ટૂંકાવ્યું હતું. અત્યાર સુધી ગુજરાતમાં પોલીસ દ્વારા સર્વિસ રિવોલ્વરથી આપઘાત કરવાના સંખ્યાબંધ બનાવ બની ચૂક્યા છે. ચિંતાનજક રીતે રાજ્યમાં અવારનવાર સર્વિસ રિવોલ્વરથી આપઘાતના બનાવ બની રહ્યા છે.

સુરતમાં મેરેજ એનિવર્સરીના દિવસે જ મહિલા PSI અમિતા જોશીનો સર્વિસ રિવોલ્વરથી આપઘાત
સુરતના ઉધના પોલીસ સ્ટેશનનાં મહિલા PSIએ અમિતા જોશીએ"જીવવું અઘરું છે ,મારા મોત માટે કોઈ જવાબદાર નથી" લખીને સર્વિસ રિવોલ્વરથી આપઘાત કરી લીધો હતો. નાઈટ ડ્યુટી પરથી પરત ફરી મહિલા PSIએ મેરેજ એનિવર્સરીના દિવસે જ પતિ સાથે મોબાઈલ પર ઝઘડો થયા બાદ આપઘાત આત્યંતિક પગલું ભર્યું હતું. જોશીના ઘરને પોલીસે કોર્ડન કરી વધુ તપાસ હાથ ધરી છે. મહિલા PSIએ આપઘાત કરી લેતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જોઈન્ટ સીપી પ્રવિણ મલએ જણાવ્યું કે FSL સહિતના કાફલાએ તપાસ હાથ ધરી છે.

સચિવાલયમાં સલામતી શાખામાં ફરજ નિભાવતા PI પ્રિતેશ જે. પટેલે આપઘાત કર્યો હતો
સચિવાલયમાં સલામતી શાખામાં ફરજ નિભાવતા PI પ્રિતેશ જે. પટેલે આપઘાત કર્યો હતો

શિક્ષકમાંથી પોલીસ બનેલા PIએ ગાંધીનગર સચિવાયલ સંકુલમાં જ સર્વિસ રિવોલ્વરથી આપઘાત
અઢી મહિના પહેલા 19 સપ્ટેમ્બરે સચિવાલયમાં સલામતી શાખામાં ફરજ નિભાવતા પોલીસ ઇન્સ્પેક્ટર પ્રિતેશ જે. પટેલે રાત્રે આપઘાત કર્યો હતો. સચિવાલય સંકુલમાં જ બ્લોક નંબર-2ની સામે આવેલા પાર્કિંગમાં પોતાની કારમાં તેમણે સર્વિસ રિવોલ્વરથી લમણે ગોળી મારી દીધી હતી. અગાઉ શિક્ષક તરીકે નોકરી કરતાં પ્રિતેશ પટેલ 2008માં સીધી ભરતીમાં PSI તરીકે પોલીસ વિભાગમાં જોડાયા હતા, જે બાદ પ્રમોશનથી PI બન્યા હતા. ગાંધીનગરના સરગાસણ ખાતે આવેલા એક ફ્લેટમાં રહેતા મૂળ બાયડના 41 વર્ષના પી.આઈ પ્રિતેશ પટેલ રોજની જેમ સચિવાલયના સલામતી શાખામાં નોકરી જતાં હતાં પરંતુ તે રાત્રે પરત ગયા ન હતા.

ગાંધીનગરમાં આર્થિક તંગીથી કમાન્ડોએ છાતીમાં ગોળી મારી આત્મહત્યા કરી લીધી
ગાંધીનગરમાં સલામતી શાખાના કમાન્ડોએ આર્થિક સંકડામણમાં સર્વિસ રિવોલ્વરથી છાતીમાં ગોળી મારીને 9 મહિના અગાઉ આપઘાત કરી લીધો હતો. પેથાપુર રહેતાં 53 વર્ષીય કમાન્ડો સાતાભાઈ ચૌહાણ રજા હોવાથી ‘સર્વિસ રિવોલ્વરની સફાઈ કરીને આવું છું’ કહીં ઘરેથી નીકળ્યા હતા, જ્યાંથી તેઓ જ રોડ પર અક્ષરધામની સામે સે-30માં ખંડેર હાલતમાં પડેલાં સરકારી મકાનો પાસે પહોંચ્યા હતા. ખંડેર વિસ્તારમાં કાર જોતા પોલીસે ત્યાં જઈ તપાસ કરતાં કમાન્ડો સાતાભાઈ નીચે પડેલાં મળ્યા હતા.

નવસારીના PSI એન.સી.ફીણવિયાએ પોતાના સાથી PSIની સર્વિસ રિવોલ્વરથી આપઘાત કર્યો હતો
નવસારીના PSI એન.સી.ફીણવિયાએ પોતાના સાથી PSIની સર્વિસ રિવોલ્વરથી આપઘાત કર્યો હતો

PMના બંદોબસ્તમાં પહોંચેલા નવસારીના PSIએ સાથીની સર્વિસ રિવોલ્વરથી આપઘાત કર્યો
2019માં 17 સપ્ટેમ્બરે પીએમ મોદીના વીવીઆઈપી બંદોબસ્તમાં કેવડિયા ખાતે નવસારીના 29 વર્ષીય PSI એન.સી.ફીણવિયાએ પોતાના લમણે પોતાના સાથી PSIની સર્વિસ રિવોલ્વર વડે ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. PSI એન.સી.ફીણવિયાએ કેવડિયાના વીવીઆઈપી સર્કિટ હાઉસનાના આગળના ભાગે આપઘાત કર્યો હતો. મૃતકે સાથી PSI એમ.બી.કોંકણી પાસે રિવોલ્વર માગી અને મોટા ભાઈને જ કહ્યું ફોટો પાડ અને એટલું કહેતા જ પિસ્તોલ સામે છાતીના ભાગે રાખી થોડું માથું નમાવી ટ્રીગર દબાવી દીધું.

હળવદના સાપકડાના LRD જવાને સર્વિસ રિવોલ્વરથી કપાળે ગોળી ધરબી
મોરબી હેડ ક્વાર્ટરમાં એલ.આર. ડી પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હળવદ તાલુકાના સાપકડા ગામના યુવાને અગમ્ય કારણોસર ચૂંટણીમાં ફરજમાં આવેલી રિવોલ્વર કપાળે ઘરબી ચૂંટણી સમયે જ દોઢ મહિના પહેલા આત્મહત્યા કરી લીધી હતી. સાપકડા ગામના 28 વર્ષીય અનિલભાઈ દાનાભાઈ ડાભી એલ.આર.ડી પોલીસ તરીકે મોરબી હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા હતા. તેઓએ રવિવારે ઘરે અગમ્ય કારણોસર રિવોલ્વર ગોળીમારી દેતાં મોત નીપજ્યું હતું. જેને પગલે જિલ્લા પોલીસ વડા, હળવદ પી આઈ, પી‌એસઆઈ અને સ્ટાફના માણસો દોડી આવ્યા હતા.

રાજકોટમાં ASI ખુશ્બુ કાનાબાર અને તેના પ્રેમી કોન્સ્ટેબલ રવિરાજસિંહ જાડેજાની લાશ મળી હતી
રાજકોટમાં ASI ખુશ્બુ કાનાબાર અને તેના પ્રેમી કોન્સ્ટેબલ રવિરાજસિંહ જાડેજાની લાશ મળી હતી

રાજકોટમાં મહિલા ASIએ પ્રેમી પોલીસકર્મીની હત્યા બાદ આપઘાત કરી લીધો
રાજકોટના કાલાવડ રોડ પરના પંડિત દીનદયાળ આવાસ ક્વાર્ટર્સમાં રહેતી ASI ખુશ્બુ કાનાબાર અને તેના પ્રેમી કોન્સ્ટેબલ રવિરાજસિંહ જાડેજાની લાશ 10 જુલાઇ 2019ના ખુશ્બુના ફ્લેટમાંથી મળી આવી હતી. યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં જ ફરજ બજાવતી ASI ખુશ્બુ અને પરિણીત કોન્સ્ટેબલ રવિરાજસિંહ વચ્ચે પ્રેમસંબંધ હતો, રવિરાજસિંહ પરિણીત હોવાને કારણે રાત્રે તેના ઘરે જતો હતો તે મુદ્દે પ્રેમીયુગલ વચ્ચે વારંવાર બોલાચાલી થતી હતી, તા.10 જુલાઇના આ મામલે ફરીથી બોલાચાલી થતાં ખુશ્બુએ પોતાના ઘરે મિત્ર ASI વિવેક કુછડિયાની સર્વિસ રિવોલ્વરથી ફાયરિંગ કરી પ્રેમી રવિરાજસિંહની હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ એ જ રિવોલ્વરથી પોતે આપઘાત કરી લીધો હતો.

મેઘાણીનગરમાં CISFના PSIનો સર્વિસ રિવોલ્વરથી આપઘાતનો પ્રયાસ
અમદાવાદના મેઘાણીનગરમાં પાંચ મહિના અગાઉ CISFમાં ફરજ બજાવતા PSIએ સર્વિસ રિવોલ્વરથી ગોળી મારી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. PSIએ સર્વિસ રિવોલ્વર વડે ગોળી મારી આત્મહત્યાનો પ્રયાસ કરતા છાતીમાં ગોળી વાગી હતી. PSIને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો