કોરોના અપડેટ:ગાંધીનગર જિલ્લામાં આજે કોરોનાનાં શૂન્ય કેસની સામે એકપણ દર્દી ડિસ્ચાર્જ નહીં, 5 હજારથી વધુ નાગરિકોને રસી આપવામાં આવી

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રક્ષાબંધનનાં તહેવારને લઇ આવતીકાલે રસીકરણની કામગીરી મોકૂફ

ગાંધીનગર જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાનો એકપણ કેસ દફતરે નોંધાયા નથી. જેની સામે એક પણ દર્દીએ કોરોનાથી મુક્તિ મેળવી નથી. ત્યારે આજરોજ 5398 લોકોને કોરોના રસીથી સુરક્ષિત કરવામાં આવ્યા હતા. બીજી તરફ આવતીકાલે રક્ષાબંધનનાં તહેવાર નિમિતે આરોગ્ય કર્મચારીઓ પણ તહેવારની ઉજવણી કરી શકે તે માટે રસીકરણની કામગીરી મોકૂફ રાખવામાં આવી છે.

આજે જિલ્લાના ગ્રામ્ય તેમજ કોર્પોરેશન વિસ્તારમાં એકપણ કોરોના કેસ મળી આવ્યો નથી. જેની સામે ગ્રામ્ય - શહેરી વિસ્તારમાંથી એક પણ દર્દીએ કોરોનાથી મુક્તિ મેળવી નથી. કોર્પોરેશન વિસ્તારમાં અત્યાર સુધી 9074 દર્દીઓએ કોરોનાથી મુક્તિ મેળવી છે. તેમજ 2 દર્દીઓ હોમ કોરોન્ટઈનમાં સારવાર લઈ રહ્યા છે. ત્યારે 1 દર્દી હોસ્પિટલમાં કોરોનાની સારવાર મેળવી રહ્યો છે.

ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં સંપૂર્ણ રીતે કોરોના મુકત થઇ ચૂક્યો છે. ગ્રામ્ય માં એકપણ દર્દી હોસ્પિટલ કે હોમ હોમ કોરોન્ટઈનમાં રહી સારવાર મેળવી રહ્યા નથી . ત્યારે અત્યારસુધીમાં ગ્રામ્ય વિસ્તાર માંથી 9 હજાર 662 દર્દીઓ કોરોનાથી મુકત થઇ ચૂક્યા છે.

બીજી તરફ ગાંધીનગર જિલ્લામાં આજે 5398 લાભાર્થીને કોરોનાની રસી 40 સેન્ટરો પરથી આપવામાં આવી હતી, ત્યારે અત્યાર સુધીમાં કોવિડ રસીનો 6 લાખ 33 હજાર 749 લાભાર્થીને પ્રથમ ડોઝ તેમજ 1 લાખ 69 હજાર 468 લાભાર્થીને કોરોનાનો બીજો ડોઝ આપવામાં આવી ચૂક્યો છે.ત્યારે આવતીકાલે રક્ષા બંધન ના તહેવાર નિમિતે જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ પણ તહેવારની ઉજવણી કરી શકે તે માટે રસીકરણની કામગીરી મોકૂફ રાખવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...