તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જિલ્લામાં વધુ 22 કેસ નોંધાતા કુલ આંકડો 7425 થયો છે. જોકે ગત તારીખ 23મી, ઓગસ્ટ-2020ના રોજ 21 પોઝિટિવ કેસ નોંધાયાને 126 દિવસ પછી ઓછા 22 કેસ સોમવારે નોંધાયા છે. જ્યારે એક સપ્તાહ બાદ સોમવારે એકપણ કોરોનાના દર્દીનું મોત નહી થતાં આરોગ્ય તંત્રએ હાશકારો અનુભવ્યો છે. જ્યારે સઘન સારવારને અંતે 32 દર્દીઓએ કોરોનાને હરાવતા જિલ્લાની 6473 વ્યક્તિઓ કોરોનામુક્ત થઇ છે.
કોરોનાથી સંક્રમિત થનાર વ્યક્તિઓમાં એડવોકેટર, વિદ્યાર્થી, ઇન્કમટેક્ષ ઓફિસર, ડીવાયએસઓ, ગૃહિણી, વેપારી સહિતનો સમાવેશ થાય છે. જિલ્લાના મનપા વિસ્તારમાંથી 10, ગાંધીનગર તાલુકામાંથી 6, કલોલમાંથી 3, દહેગામમાંથી 2 અને માણસામાંથી 1 કેસ નોંધાયો છે. તમામ દર્દીના પરિવારજનોને હોમ કોરન્ટાઈન કરવામાં આવ્યા છે.
મનપામાં 5 વૃદ્ધ, 2 આધેડ અને 3 યુવાનોને કોરોના થયો
મનપા વિસ્તારમાંથી નવા 10 કેસમાં સેક્ટર-22માંથી 22 વર્ષીય વિદ્યાર્થી, 65 વર્ષીય ગૃહિણી, સેક્ટર-4માંથી 75 વર્ષીય બે મહિલાઓ, સેક્ટર-21ના 80 વર્ષીય વૃદ્ધ, સેક્ટર-27ની 56 વર્ષીય ગૃહિણી, સેક્ટર-29ના 42 વર્ષીય એડવોકેટ, સેક્ટર-2નો 48 વર્ષીય યુવાન, સેક્ટર-5ના 54 વર્ષીય ઇન્કમટેક્ષ ઓફિસર, સેક્ટર-17ના ડીવાયએસઓ સંક્રમિત થયા છે. કોરોનાગ્રસ્તના સંપર્કવાળા 18 વ્યક્તિઓને કોરન્ટાઇન કરી છે.
ગાંધીનગર તાલુકાના 6 લોકોને કોરોના
ગાંધીનગર તાલુકામાંરાયસણમાંથી 32 વર્ષીય યુવાન, 32 વર્ષીય ગૃહિણી, પીપલજની 29 વર્ષીય ગૃહિણી, વાવોલની 30 વર્ષીય ગૃહિણી, કુડાસણના 45 વર્ષીય વેપારી, સુઘડનો 49 વર્ષીય યુવાન કોરોનામાં સપડાયો છે.
કલોલ- 3, દહેગામ- 2, માણસા- 1 કેસ
કલોલ તાલુકામાંથી નવા 3 કેસમાં ખાત્રજમાંથી 40 વર્ષીય યુવાન, 34 વર્ષીય ગૃહિણી, સઇજના 71 વર્ષીય વૃદ્ધ સંક્રમિત થયા છે. દહેગામ તાલુકાના બે કેસમાં ઘમીજમાંથી 19 વર્ષીય યુવાન અને 17 વર્ષીય સગીર કોરોનાગ્રસ્ત થયો છે. જ્યારે માણસાના નગરપાલિકા વિસ્તારના 59 વર્ષીય આધેડ કોરોનામાં સપડાયા છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.