તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કાબૂમાં:સતત ત્રીજા દિવસે કોરોનાથી એકપણ મોત નહીં, જિલ્લાની વધુ 24 વ્યક્તિઓ કોરોનાથી સંક્રમિ

ગાંધીનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
જિલ્લામાં કોરોનાના ટેસ્ટ કરાવવા મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. - Divya Bhaskar
જિલ્લામાં કોરોનાના ટેસ્ટ કરાવવા મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે.
 • જિલ્લાના વધુ 35 દર્દીઓ સાજા થતાં કોરોનામુક્તનો આંકડો 6510 થયો
 • 2020ની વિદાય સાથે કોરોનાના દર્દીઓમાં ઘટાડાે થતા તંત્રમાં રાહત: મૃત્યુઆંક 571 પર અટકી ગયો

જિલ્લાની વધુ 24 વ્યક્તિઓ કોરોનાથી સંક્રમિત થતાં કુલ આંકડો 7449 થયો છે. જોકે વર્ષ-2020ની વિદાયની સાથે સાથે કોરોનાની વિદાયના એંધાણ જોવા મળી રહ્યા હોય તેમ કેસમાં ઘટાડાની સાથે સાથે સતત ત્રીજા દિવસે કોરોનાના એકપણ દર્દીના નહી થયેલા મોત પરથી લાગી રહ્યું છે. આથી કોરોનાથી મોતનો આંકડો 571એ અટકી ગયો છે. કોરોનાથી સંક્રમિત થનાર વ્યક્તિઓમાં 13 યુવાનો, 7 વૃદ્ધો અને 4 આધેડ વયની વ્યક્તિઓનો સમાવેશ થાય છે. જોકે 2020ની વિદાયટાણે કેસમાં ઘટાડો થતા તંત્રમાં થોડી રાહત જોવા મળી રહી છે.

શિક્ષક, બેન્ક કર્મચારી, રક્ષાશક્તિ યુનિવર્સિટીના આસિસ્ટન્ટ એડમિનિસ્ટ્રેટીવ, સેક્શન ઓફિસર, ગૃહિણી, આરટીઓ એજન્ટ, વેપારી, મજુર સહિતનો સમાવેશ થાય છે. જિલ્લાના મનપા વિસ્તારમાંથી 12, ગાંધીનગર તાલુકામાંથી 11 અને કલોલમાંથી 1 કેસ નોંધાયો છે. જ્યારે માણસા અને દહેગામમાંથી એકપણ કેસ નોંધાયો નથી. મનપા વિસ્તારમાંથી વધુ 12 કેસમાં સેક્ટર-1માંથી 32 વર્ષીય વેપારી, 43 વર્ષીય શિક્ષક, સેક્ટર-21માંથી 76 વર્ષીય વૃદ્ધ, 74 વર્ષીય મહિલા, સેક્ટર-23ની 24 વર્ષીય યુવતી, સેક્ટર-4ની 31 વર્ષીય મહિલા, સેક્ટર-3ના 43 વર્ષીય સેક્શન ઓફિસર, સેક્ટર-24ની 65 વર્ષીય ગૃહિણી, ઇન્દ્રોડાના 44 વર્ષીય આરટીઓ એજન્ટ, સેક્ટર-26ની 65 વર્ષીય ગૃહિણી, સેક્ટર-17ની 58 વર્ષીય ગૃહિણી, સેક્ટર-13ના 42 વર્ષીય વેપારી કોરોનામાં સપડાયા છે. કોરોનાગ્રસ્ત 38 વ્યક્તિઓને કોરન્ટાઇન કર્યા છે. આમ જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ કોરોનાના કેસમાં કોઈ ખાસ નોંધપાત્ર વધારો નહી થતા અને એકપણ દર્દીનુ મોત નહી થતા હાલ તો જિલ્લાવાસીઓએ થોડી રાહત અનુભવી છે.

ગાંધીનગર તાલુકામાંથી 11 અને કલોલમાંથી નવા 1 કેસ નોંધાયા
ગાંધીનગર તાલુકાના 11 કેસમાં વાવોલમાંથી 35 વર્ષીય યુવાન, 52 વર્ષીય ગૃહિણી, રાયસણમાંથી 31 વર્ષીય યુવાન, 56 વર્ષીય આધેડ, 49 વર્ષીય ગૃહિણી, ઝુંડાલમાંથી 63 વર્ષીય વૃદ્ધ, 60 વર્ષીય ગૃહિણી, સરગાસણમાંથી 26 વર્ષીય યુવાન, 54 વર્ષીય ગૃહિણી, પેથાપુરના 48 વર્ષીય વેપારી, નવા પાલજની 75 વર્ષીય ગૃહિણી સંક્રમિત થઇ છે. જ્યારે કલોલ તાલુકામાંથી નગરપાલિકા વિસ્તારનો 25 વર્ષીય યુવાન કોરોનામાં સપડાયો છે.જોકે જિલ્લામાં સતત ત્રણ દિવસથી કોરાનાના કારણે એકપણ વ્યક્તિનંુ મોત થયુ નથી તે લોકો માટે રાહતરૂપ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો