તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:ગાંધીનગર જિલ્લમાં આજે એકપણ કોરોનાનો કેસ ન નોંધાયો, ચાર હજારથી વધુ કોરોનાની રસી અપાઇ

ગાંધીનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં આજે 35 સેન્ટરો પરથી 4 હજાર 838 લાભાર્થીઓનું ટીકાકરણ કરવામાં આવ્યું

ગાંધીનગર જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાનો એકપણ કેસ દફતરે નોંધાયો નથી. જ્યારે આજે એકપણ દર્દીએ પણ કોરોનાને હરાવ્યો નથી. ત્યારે છેલ્લા ત્રણ દિવસથી બંધ વેક્સિનેશનની કામગીરી આજથી શરૂ કરવામાં આવતા આજે 35 સેન્ટરો પરથી 4 હજાર 838 લાભાર્થીને ટીકાકરણ કરવામાં આવ્યું છે.

આજે જિલ્લાના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાંથી છેલ્લા 24 કલાક દરમિયાન એક પણ કોરોના નો કેસ દફતરે નોંધાવવા પામ્યો નથી જેની સામે એક પણ દર્દીએ કોરોનાથી મુક્તિ મેળવી નથી. ત્યારે ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં 56 કોરોના દર્દીઓ સારવાર હેઠળ દાખલ છે. જ્યારે 169 દર્દીઓ હોમ કોરોન્ટઈનમાં રહી સારવાર મેળવી રહ્યા છે. ત્યારે અત્યાર સુધીમાં ગ્રામ્ય વિસ્તારમાંથી 9 હજાર 644 દર્દીઓ કોરોનાથી મુકત થઇ ચૂક્યા છે.

બીજી તરફ છેલ્લા ત્રણ દિવસથી કોરોના વેક્સિનેશનની કામગીરી બંધ કરી દેવામાં આવી હતી. જેનો આજથી 35 સેન્ટરો પરથી પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. ગાંધીનગર જિલ્લામાં આજે 4 838 લાભાર્થીને 35 સેન્ટરો પરથી કોરોનાની રસી આપવામાં આવી હતી, ત્યારે અત્યાર સુધીમાં કોવિડ રસીનો 4 લાખ 5 હજાર 983 લાભાર્થીને પ્રથમ ડોઝ તેમજ 1 લાખ 11 હજાર 862 લાભાર્થીને કોરોનાનો બીજો ડોઝ આપવામાં આવી ચૂક્યો છે.

અન્ય સમાચારો પણ છે...