તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહતના સમાચાર:ગાંધીનગર સિવિલમાં ફરી નોનકોવિડની સારવાર શરૂ કરાશે

ગાંધીનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઘટતા જતા કોરોનાના કેસને પગલે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ફુલફ્લેગમાં નોન કોવિડની કામગીરી શરૂ કરવા સુચના આપી છે. જેના માટે હોસ્પિટલના જુના બિલ્ડીંગમાં વોર્ડ ઉભા કરીને તેમાં નોન કોવિડના દર્દીઓને દાખલ કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી લહેરને પગલે હાલત કફોડી બની હતી. કોરોનાની પ્રથમ લહેરમાં દિવાળીના તહેવારોની સરખામણીએ ગત એપ્રિલ અને મે-2021 માસમાં આવેલી બીજી લહેરમાં આરોગ્ય સેવાની અગ્નિપરીક્ષા કરી દીધી હતી. કોરોનાને હળવાથી લેતા લોકોને બીજી લહેરે ગંભીર બનાવી દીધા હતા. કોરોનાની બીજી લહેરમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ભરચક રહેતી હતી. પરંતુ હાલમાં કોરોનાના કેસ ઘટતા હાલમાં સિવિલ હોસ્પિટલમાં કોરોનાના વોર્ડમાં 45 દર્દીઓ જ સારવાર લઇ રહ્યા છે. ત્યારે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા તમામ હોસ્પિટલોમાં નોન કોવિડની કામગીરી શરૂ કરવાના આદેશો જારી કર્યા છે. જેને પગલે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પણ નોન કોવિડના દર્દીઓના નિદાન અને સારવાર શરૂ કરવામાં આવી છે.

ગાંધીનગર સિવિલમાં ઓર્થોપેડિક, સર્જીકલ અને આંખના ઓપરેશન શરૂ
કોરોનાના કેસ ઘટતા ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક, સર્જીકલ અને આંખના પ્લાન ઓપરેશન શરૂ કરાયા છે. જોકે કોરોનાની મહામારી વચ્ચે પણ ઇમરજન્સી સર્જરી કરવામાં આવતી હતી.

ઓપરેશન માટે જૂના ઓટીનો ઉપયોગ કરાશે
ગાંધીનગર સિવિલ હોસ્પિટલના નોન કોવિડના દર્દીઓને નિદાન અને સારવાર શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે હોસ્પિટલના જુની બિલ્ડીંગના ઓપરેશન થીયેટરનો ઉપયોગ કરીને પ્લાન અને ઇમરજન્સી સર્જરી કરાશે.

વિભાગના વડાઓને કોવિડની કામગીરીમાંથી રાહત
ગત એપ્રિલ અને મે માસમાં બેકાબુ બનેલા કોરોનાના કેસને પગલે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના દરેક ફ્લોર ઉપર વિવિધ વિભાગના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટને જવાબદારી સોંપવામાં આવી હતી. પરંતુ હાલમાં કોરોનાના કેસ ઘટતા કોવિડની જવાબદારી હળવી કરીને તેમના વિભાગમાં નોન કોવિડની કામગીરી કરવા સુચના આપી છે.

અન્ય સમાચારો પણ છે...