તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આર્થિક સહાય:માતૃ વંદના યોજનાનો લાભ નોન બીપીએલને પણ મળશે

ગાંધીનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યોજના અંતર્ગત પ્રથમ ડિલેવરી બદલ મહિલાને રૂપિયા 5000ની સહાય કરાશે

પ્રધાનમંત્રી માતૃ વંદના યોજનાનો લાભ અગાઉ જે માત્ર બીપીએલ મહિલાઓને જ મળતો હતો. તે હવે નોનબીપીએલ મહિલાઓને પણ યોજનાનો લાભ અપાશે. જેમાં આ યોજના અંતર્ગત જે મહિલા ડિલેવરી કરાવવા બદલ રૂપિયા 5000ની આર્થિક સહાય આપવામાં આવે છે.

રાજ્યભરમાં કુપોષણ અને એનીમિયાથી થતી બિમારીથી માતા અને બાળ મૃત્યુના દરમાં ઘટાડો લાવવા તેમજ સગર્ભા મહિલા અને બાળકને પુરતુ પોષણ મળી રહે તે માટે પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો અગાઉ માત્ર બીએલએલ સગર્ભા મહિલાઓને જ આપવામાં આવતો હતો. ઉપરાંત પ્રધાન મંત્રી માતૃ વંદના યોજના અગાઉ આઇસીડીએસ યોજના અંતર્ગત આંગણવાડીઓમાં ચલાવવામાં આવતી હતી. પરંતુ ત્યારબાદ આ યોજનાની અમલવારી માટે રાજ્યના આરોગ્ય વિભાગને સોંપાઈ છે. ત્યારે પ્રધાનમંત્રી માતૃ વંદના યોજનાની જાણકારી સગર્ભા મહિલાઓને થાય તે માટે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા રાષ્ટ્રીય પોષણ માહ અંતર્ગત માતૃ વંદના સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે પુંધરા આરોગ્ય કેન્દ્ર ખાતે સગર્ભા મહિલાઓને તેની જાણકારી આપતો કાર્યક્રમ જિલ્લા આરસીએચ અધિકારી ડો.હરેશ નાયકની ઉપસ્થિતમાં યોજવામાં આવ્યો હતો.

પ્રધાન મંત્રી માતૃ વંદના યોજનાની આરસીએચઓ અધિકારી દ્વારા સગર્ભા મહિલાઓને જાણકારી આપવામાં આવી હતી. ઉપરાંત યોજના અંતર્ગત મહિલાઓને ત્રણ તબક્કામાં નાણાં આપવામાં આવે છે. જેમાં સગર્ભા મહિલાની નોંધણી શરૂઆતના 150 દિવસમાં નોંધણી થાય ત્યારે પ્રથમ હપ્તો મળે છે. ત્યારબાદ સાતમો, આઠમો અને નવમા મહિનામાં સગર્ભા મહિલાના આરોગ્યની ચકાસણી કર્યા બાદ બીજો હપ્તો મળે છે. ત્યારબાદ ત્રીજો હપ્તો ડિલેવરી પછી દોઢ, અઢી અને ત્રણ માસની રસીઓ પૂર્ણ થાય ત્યારે આપવામાં આવતો હોવાનું જિલ્લા આરસીએચ અધિકારીએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...