પોલીસ એક્ટિવ થઈ:પરસોલી મોટર્સના ઝફર સરેશવાલા અને તેના પુત્ર વિરૂદ્ધ બિનજામીનપાત્ર વોરંટનો મામલો, ગાંધીનગર પોલીસ મુંબઈ તપાસ અર્થે રવાના થશે

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદ પાલડીના ઘરે બે ત્રણ વખત તપાસ કરવામાં આવી પરંતુ ઝફર સરેશવાલાનો પત્તો ના લાગ્યો હવે તપાસ અર્થે મુંબઈ જવા માટે કલોલ પોલીસે ઉચ્ચ કક્ષાએ મંજૂરી માંગવામાં આવી

ચેક રીટર્ન કેસમાં જાણીતા ઉદ્યોગપતિ-અગ્રણી અને પરસોલી મોટર્સના સંચાલક ઝફર સરેશવાલા તથા તેમના દીકરા હબીબ ઝફર સરેશવાલા સામે કલોલની કોર્ટે બિનજામીનપાત્ર વોરંટ ઈશ્યુ કર્યું હતું. કોર્ટના આદેશના પગલે કલોલ શહેર પોલીસ દ્વારા ઝફર સરેશવાલાને શોધવા માટે અમદાવાદ પાલડી સ્થિત ઘરે બે ત્રણ વખત તપાસ કરાઈ છતાં આજદિન સુધી તેમનો પત્તો લાગ્યો નથી. જેનાં પગલે આગામી દિવસોમાં મુંબઈ તપાસ અર્થે જવા માટે કલોલ શહેર પોલીસ દ્વારા ઉચ્ચ કક્ષાએ મંજૂરી માંગવામાં આવી છે. આમ નજીકના દિવસ પોલીસની એક ટીમ ઝફર સરેશવાલાને કલોલ કોર્ટમાં હાજર કરવા માટે મુંબઈ તપાસ અર્થે જવા રવાના થવાની છે.

કલમ 138 હેઠળ કલોલ તાલુકા કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી
કલોલમાં રહેતા રીધમ મુકેશભાઈ શેઠે પરસોલી મોટર્સ વર્ક્સ પ્રા. લિ. અને તેના ડાયરેક્ટર્સ તલ્હા યુનુસ સરેશવાલા, ઉમર ઉવેશ સરેશવાલા, હબીબ ઝફર સરેશવાલા, ઉવેશ યુનુસ સરેશવાલા અને ઝફર યુનુસ સરેશવાલા સામે નેગોશિએબલ ઈન્સ્ટ્મેન્ટ્સ એક્ટની કલમ 138 હેઠળ કલોલ તાલુકા કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી.

ઝફર સરેશવાલા તથા તેમના દીકરા સામે આ પ્રકારની ચાર ફરિયાદો
આ ઉપરાંત ઝફર સરેશવાલા તથા તેમના દીકરા સામે આ પ્રકારની ચાર ફરિયાદો 2019ના વર્ષમાં નોંધંવામાં આવી હતી. જે કેસની સુનવણી કોર્ટમાં શરૂ થઇ હતી. પરંતુ, ચેક રિટર્નના કેસમાં સુનાવણી દરમિયાન ઝફર સરેશવાલા અને હબીબ સરેશવાલાને વિશેષ નિવેદન માટે હાજર રહેવા કોર્ટે આદેશ જાહેર કર્યા હતા.પરંતુ બંને સતત ગેરહાજર રહ્યા હતા. જે કેસની સુનવણી કલોલ કોર્ટે આકરો અભિગમ અપનાવ્યો હતો.

કોર્ટે રિજનલ પાસપોર્ટ ઓફિસને ઝફર સરેશવાલાનો પાસપોર્ટ જપ્ત કરવા નિર્દેશ આપ્યા
આ કેસની સુનાવણી પ્રિન્સિપાલ સિનિયર જજની કોર્ટમાં થઈ હતી. બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે ઝફર સરેશવાલા અને હબીબ સરેશવાલા સામે બિનજામીનપાત્ર વોરંટ ઈસ્યુ કરવાનો આદેશ કર્યો હતો. આ ઉપરાંત, કોર્ટે રિજનલ પાસપોર્ટ ઓફિસ (અમદાવાદ)ને ઝફર સરેશવાલાનો પાસપોર્ટ જપ્ત કરવા અને 10 દિવસમાં કાર્યવાહીનો રિપોર્ટ રજૂ કરવા માટે નિર્દેશ આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...