ઉમેદવારી ફોર્મ પરત:જિલ્લાની 5 બેઠક પર નડી શકે તેવા 16 ઉમેદવારના નામાંકનપત્રો પરત ખેંચાવડાયા, હવે 50 મેદાનમાં

ગાંધીનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2017માં કુલ 49 ઉમેદવાર મેદાનમાં હતા, જેમાંથી 3 બેઠક પર કોંગ્રેસ અને 2 પર ભાજપની જીત થઇ હતી

જિલ્લાની પાંચ બેઠક પર ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના દિવસે પાંચ બેઠકો પર 50 ઉમેદવારો મેદાન રહ્યાં છે. જેમાં સૌથી વધુ કલોલ બેઠક પર 12 ઉમેદવારો, સૌથી ઓછા 7 ઉમેદવારો દહેગામ બેઠક પર રહ્યાં છે. છેલ્લી ઘડીએ રાજકીય પક્ષો દ્વારા 16 ઉમેદવારોનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચવા માટે મનાવી લીધા હતા. જેમાં પ્રેમ, પૈસા અને પોલીસની મદદ લેવાઈ હોવાનું કહેવાય છે.

રાજકીય પક્ષો દ્વારા સોમવારે પોણા ત્રણ વાગ્યા સુધી પોતાને નડે હોવા તેવા ઉમેદવારોની મનાવાયા હતા. જેમાં કેટલા ઉમેદવારો પૈસા લઈને, કેટલા ઉમેદવારો અન્ય કારણે મેદાનેથી હટી ગયા છે. જ્યારે ગાંધીનગર દક્ષિણના ખાતે એક ઉમેદવારને આખી રાત પોલીસે બેસાડી રાખ્યો હોવાની ફરિયાદો ઊઠી હતી.

જેમાં છેલ્લા દિવસે માણસામાં 8, દહેગામમાં 3, ગાંધીનગર દક્ષિણમાં 2 જ્યારે ગાંધીનગર ઉત્તરમાં 2 અને કલોલમાં 1 ઉમેદવારી ફોર્મ છેલ્લા દિવસે પર ખેંચાયા છે. ત્યારે અપક્ષો અને અન્ય પક્ષોના ઉમેદવારો જોતા 3 બેઠક પર કોંગ્રેસ અને 1 બેઠક પર ભાજપને અસર થાય તેમ છે.

સૌથી વધુ 12 ઉમેદવાર કલોલ બેઠક પર, જ્યારે સૌથી ઓછા 7 ઉમેદવાર દહેગામ બેઠક પર ઊભા રહ્યા છે

દહેગામ|સુહાગ પંચાલ કોંગ્રેસ માટે પડકાર બનશે, 2017માં કોંગ્રેસ પાછળ રહી હતી
દહેગામ બેઠક પર ભાજપના બલરાજસિંહ ચૌહાણ, કોંગ્રેસમાંથી વખતસિંહ જ્યારે આપમાંથી સુહાગ પંચાલ મેદાને છે. આ ઉપરાંત એક અપક્ષ મળી 7 ઉમેદવારો મેદાને છે. મતોને અસર કરી શકે તેમ છે. બીજી તરફ કોંગ્રેસનું ગોત્ર ગણાતા સુહાગ પંચાલ કોંગ્રેસની સામે પડકાર ઉભો કરશે. 2017માં કોંગ્રેસ ભાજપથી 10860 મતે પાછળ રહ્યું હતું.

માણસા | બેઠક પર અપક્ષો-નાના પક્ષો કોંગ્રેસને નડી શકે, બસપાથી નુકસાન થશે
માણસા બેઠક પર 10 ઉમેદવારો મેદાને છે, જેમાં ભાજપ-કોંગ્રેસ અને આપ ઉપરાંત ચાર અપક્ષ અને નેશનલ યુથ પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, રાષ્ટ્રીય હિન્દુ એકતા દલના ઉમેદવારો છે. ચાર અપક્ષ અને ત્રણ નાની પાર્ટીઓના 7 ઉમેદવારોમાંથી ત્રણ ઠાકોર ઉમેદવાર એક રાજપુત ઉમેદવાર અને બસપાનો ઉમેદવાર કોંગ્રેસના મત તોડે તેમ છે.

કલોલ | 12માંથી 6 ઉમેદવારો ઠાકોર
કલોલ બેઠક પર હાલ સૌથી વધુ 12 ઉમેદવારો મેદાને છે, જેમાં ભાજપ, કોંગ્રેસ અને આપ ઉપરાંત 6 અપક્ષ ઉમેદવારો છે. ભાજપ, કોંગ્રેસ અને આપ ત્રણેય પક્ષમાં ઠાકોર ઉમેદવારો છે. આ સિવાય પણ ત્રણ ઠાકોર ઉમેદવારો છે, જેને પગલે ઠાકોર સમાજના મતોમાં ભાગ પડશે, ત્રણ જેટલા અન્ય ઉમેદવારો કોંગ્રેસની વોટબેંકને અસર કરે તેમ છે. છેલ્લી બે ટર્મથી અહીં કોંગ્રેસ જીતે છે, 2017ની ચૂંટણીમાં કોંગ્રેસના બળદેવજી 7925 લીડ જીત્યા હતા. અપક્ષો કોને ફળશે તે જોવું રહ્યું

ગાંધીનગર દક્ષિણ | 11 ઉમેદવાર ચૂંટણી જંગમાં, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જામશે
ગાંધીનગર દક્ષિણ બેઠક પર 11 ઉમેદવારો મેદાને છે, ત્યારે ભાજપ-કોંગ્રેસ અને આપના ઉમેદવારો ઉપરાંત 5 અપક્ષ અને 3 અન્ય રાજકીય પક્ષોના ઉમેદવારો છે. જ્યારે અન્ય ઉમેદવારો કોને અને કેવી રીતે અસર કરશે તે હાલ કળવું મુશ્કેલ છે. 2017ની ચૂંટણીમાં ભાજપે આ બેઠક 11920ની લીડ સાથે કબ્જે કરી હતી.

ગાંધીનગર ઉત્તર |આપના ઉમેદવાર વધુ મત લઈ જાય તો કોંગ્રેસને ફાયદો થાય તેમ છે
બેઠક પર 10 ઉમેદવારો મેદાને છે. 6માંથી ચાર અપક્ષ સીધી રીતે કોંગ્રેસના મત તોડે તેમ છે. બીજી તરફ પાટીદાર ઉમેદવાર મુકેશ પટેલ ભાજપની મતબેંકમાં ગાબડું પાડશે. ત્યારે જો આમ આદમી પાર્ટીના ઉમેદવાર વધારે મતો લઈ જાય તો તેની સીધો ફાયદો કોંગ્રેસને થાય તેમ છે. 2017ની ચૂંટણીમાં કોંગ્રેસને આ બેઠક પર 4774ની લીડ મળી હતી.

અન્ય સમાચારો પણ છે...