સંકેત:અન્ય રાજ્યોમાં પણ નો-રિપીટનો પ્રયોગ થઈ શકે છે, નવા નેતૃત્વ સામે કોઈ પડકાર નથી: ભૂપેન્દ્ર યાદવ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ભૂપેન્દ્ર યાદવ - ફાઇલ તસવીર - Divya Bhaskar
ભૂપેન્દ્ર યાદવ - ફાઇલ તસવીર
  • ‘વર્ષ 2022ની ચૂંટણી ભાજપ પ્રચંડ બહુમતીથી જીતશે’
  • દેશમાં આ એક અભિનવ પ્રયોગ છે, ગુજરાત પ્રયોગશાળા નથી,પણ પ્રેરણા છે

ગુજરાતમાં મુખ્યમંત્રી સહિત સમગ્ર મંત્રીમંડળને બદલી નાખવામાં આવતા ભાજપા નેતાઓ પણ આશ્ચર્યમાં મુકાઇ ગયા છે ત્યારે ભાજપના પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવે ગુજરાત જેવો પ્રયોગ અન્ય રાજયમાં થઇ શકે તેવો સંકેત આપ્યો હતો. યાદવને ગુજરાતમાં જે રીતે સમગ્ર મંત્રીમંડળને બદલવામાં આવ્યું તે રીતે અન્ય રાજયમાં આ પદ્ધતિ અપનાવાશે તેવા પ્રેસ કોન્ફરન્સમાં પૂછાયેલા એક પ્રશ્નમાં યાદવે કહ્યું હતું કે, ભાજપ એક લોકતાંત્રિક પાર્ટી છે,નવા નેતૃત્વને ઉર્જા આપવી, તેને સંગઠનમાં,પ્રશાસનમાં ઉપયોગમાં લેવું તે ભાજપનું એક વિશિષ્ટ રૂપ છે.

ભાજપે અગાઉ ત્રણ રાજયોમાં મુખ્યમંત્રી બદલ્યા પછી ગુજરાતમાં પણ મુખ્યમંત્રી બદલતા હવે અન્ય રાજયોમાં પણ આ રીતે મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળ બદલાશે તેવી બાબત બહાર આવી હતી. આ બાબતે સંકેત આપતા યાદવે કહ્યું હતું કે, સમગ્ર દેશમાં આ એક અભિનવ પ્રયોગ છે. ગુજરાત પ્રયોગશાળા નથી,પણ પ્રેરણા છે. તેમણે સમગ્ર મુખ્યમંત્રી સહિત સમગ્ર મંત્રીમંડળને બદલતા રોષ ભભૂકી ઉઠયો હોવાની વાતનો છેદ ઉડાડયો હતો અ્ને કહ્યું હતું કે, સૌ સાથે છે અને સાથે મળીને કામકરે છે.

ભાજપ નવા નેતૃત્વને ઉર્જા આપવા, સામાજીક રીતે નવા નેતૃત્વને ખિલવવા આવો ફેરફાર કરે છે. નવા નેતૃત્વ સામે કોઇ પડકાર ન હોવાનું કહીને તેમણે કહ્યું હતું કે, ભાજપ વર્ષ 2022ની ચૂંટણી પણ પ્રચંડ બહુમતિથી જીતશે.

અન્ય સમાચારો પણ છે...