તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:પાટનગરમાં સફાઈ થતી નથી, રખડતા ઢોરના ત્રાસમાં વધારો : વસાહત મહાસંઘ

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મનપાના અધિકારીઓ તેમજ સેનેટરી સુપરવાઇઝર જોવા પણ મળતા નથી
  • સમસ્યાઓ સાંભળનાર તંત્ર નિષ્ફળ ગયાનો આક્ષેપ, વેરાની કરોડોની આવક છતાં તંત્ર તરફથી યોગ્ય પ્રાથમિક સુવિધા મળતી ન હોવાની વ્યાપક ફરિયાદો

ગાંધીનગર શહેર વસાહત મહાસંઘના પ્રમુખ કેશરીસિંહ બિહોલાએ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી જણાવ્યુ છે કે, ‘સેક્ટરોમાં અને કોમન ચોકમા સાફ સફાઈ થતી નથી, ઠેર-ઠેર કચરાના ઢગલાઓ ખડકાયા છે તેમજ સેક્ટરોમાં રખડતાં ઢોર-ગાયોનો ત્રાસ વધી ગયેલ છે. જોકે મનપાના અધિકારીઓ તથા સેનેટરી સુપરવાઇઝર દેખાતા નથી.

કોરોનાની મહામારીમાં સેક્ટરોમાં સેનેટાઈઝેશન પણ કરાતું નથી. સેક્ટરો અસંખ્ય રખડતાં ઢોર-ગાયોનો ત્રાસ વધી ગયેલ છે. જોકે મનપાના અધિકારીઓ તથા સેનેટરી સુપરવાઇઝર દેખાતા નથી. શહેરમાં સમસ્યાઓ સાંભળનાર તંત્ર નિષ્ફળ ગયેલ છે દર વર્ષે શહેરના નાગરિકો પાસેથી કરોડોનો મિલકતવેરો વસુલ કરાયે છે. સરકારી તથા અન્ય અબજો રૂપિયાની ગ્રાન્ટ મનપાની તિજોરીમાં શહેરના વિકાસ અને નાગરિકોની સુખ સુવિધાઓ માટે ફાળવણી કરાય છે. પરંતુ નાગરિકોને પ્રાથમિક સુખ સુવિધાઓ મળતી નથી’

મનપાના સેનિટરી સુપરિટેન્ડેન્ટ સહિતના સેનેટરીના શાખાના અધિકારી દ્વારા તો શહેર સ્વચ્છ રહે તે માટે પગલાં લેવાય છે. જેમાં છાશવારે સફાઈ મુદ્દે એજન્સીઓને નોટિસ આપીને કામગીરી કરવા માટે કહેવાય છે. જોકે એજન્સીઓ આવી નોટિસોને ઘોળીને પી જતી હોય છે, શહેરના મુખ્યમાર્ગો પર ધોળાકુવા રોડ સહિતના 14 સ્થળે સફાઈમાં ધાંધિયા જોવા મળતાં અધિકારીએ એજન્સીને નોટિસ આપી હતી. જોકે નોટિસને અઠવાડિયું થઈ ગયું હોવા છતાં ધોળાકુવા રોડ પર યોગ્ય રીતે સફાઈ જોવા મળતી નથી. જે દર્શાવે છે એજન્સીઓને અધિકારીઓથી ઉપરના મોટા આશિર્વાદ છે.

અન્ય સમાચારો પણ છે...